મુંબઈમાં ૨૦૨૨માં સાઇબર ક્રાઇમમાં ૭૦ ટકાનો વધારો : દેવેન્દ્ર ફડણવીસ

04 March, 2023 01:39 PM IST  |  Mumbai | Agency

નવેમ્બર ૨૦૨૨માં પૂરા થયેલા એક વર્ષમાં મુંબઈમાં આગલા વર્ષની તુલનાએ ૭૦ ટકા વધુ કુલ ૪,૨૮૬ સાઇબર ફ્રૉડના કેસ નોંધાયા હોવાનું તેમણે વિધાન પરિષદમાં ભાઈ ગિરકરના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું

દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ (પી.ટી.આઇ.) : મુંબઈમાં ૨૦૨૨માં એના આગલા વર્ષની તુલનાએ ૭૦ ટકા વધુ સાઇબર ક્રાઇમના કેસ નોંધાયા હોવાનું રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે જણાવ્યું હતું.

નવેમ્બર ૨૦૨૨માં પૂરા થયેલા એક વર્ષમાં મુંબઈમાં આગલા વર્ષની તુલનાએ ૭૦ ટકા વધુ કુલ ૪,૨૮૬ સાઇબર ફ્રૉડના કેસ નોંધાયા હોવાનું તેમણે વિધાન પરિષદમાં ભાઈ ગિરકરના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું.

સંબંધિત સમયગાળા દરમ્યાન ક્રેડિટ કાર્ડ અને ઑનલાઇન ફ્રૉડના ૧,૨૯૪ કેસ નોંધાયા હતા, જેમાંથી ૩૭ કેસ ઉકેલી શકાયા હતા. ઑનલાઇન શૉપિંગ, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ, શૈક્ષણિક સંસ્થાનોમાં ઍડ્મિશન, ઇન્શ્યૉરન્સ, રોકાણ તેમ જ નોકરી સંબંધી ફ્રૉડના નોંધાયેલા ૨,૨૧૬ કેસમાંથી ૧૩૨ કેસનો નિકાલ આવ્યો હતો. મુંબઈમાં સાઇબર ક્રાઇમની તપાસ માટે કુલ પાંચ પોલીસ સ્ટેશન છે. 

mumbai mumbai news cyber crime devendra fadnavis