15 September, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રહેતાં ૬૧ વર્ષનાં સિનિયિર સિટિઝન મહિલાને સાઇબર ગઠિયાઓએ છેતર્યાં હતાં. તેમને એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતે પોલીસ હોવાનું કહી તેમના બૅન્ક-અકાઉન્ટમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ છે એમ કહી છેતર્યાં હતાં. એ પછી સાઇબર ગઠિયાઓની ટોળકીએ તેમને કુરિયર ફર્મ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ઑફિસર બની છેતર્યાં હતાં અને બે મહિનાના ગાળામાં તેમના અકાઉન્ટમાંથી ધીમે-ધીમે કરીને ૩.૦૪ કરોડ રૂપિયા અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી છે એવી જાણ થઈ ત્યારે તેમણે પોલીસનો સંપર્ક કરી એ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ ચાલુ કરી છે.