કસ્ટમ્સ અને CBI ઑફિસરનો સ્વાંગ રચીને સાઇબર ગઠિયાઓએ ૫૯ લાખ રૂપિયા પડાવ્યા

07 December, 2024 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇબર ફ્રૉડના આ કેસની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘છેતરપિંડીની આ ઘટના ૨૬ નવેમ્બરથી બીજી ડિસેમ્બર દરમ્યાન બની હતી. ફરિયાદીને એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને કસ્ટમ્સ ઑફિસર દર્શાવ્યો હતો અને કહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કસ્ટમ્સ ઑફિસર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ઑફિસરનો સ્વાંગ રચીને ૫૪ વર્ષની એક વ્યક્તિને તે ગંભીર ગુનામાં સામેલ હોવાનું કહીને સાઇબર ગઠિયાઓએ ૫૯ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ થાણેના નૌપાડા પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી છે.

સાઇબર ફ્રૉડના આ કેસની માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે ‘છેતરપિંડીની આ ઘટના ૨૬ નવેમ્બરથી બીજી ડિસેમ્બર દરમ્યાન બની હતી. ફરિયાદીને એક ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને કસ્ટમ્સ ઑફિસર દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તમારું એક પાર્સલ આવ્યું છે અને એની તપાસ કરતાં અમને એમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે એટલે તમારો કેસ CBIને સોંપવામાં આવ્યો છે, CBI તરફથી તમને ફોન આવશે, તમે સહકાર આપજો. એ પછી આરોપીઓએ CBIના નામે ફોન કર્યો હતો. તેમણે ફરિયાદીને કહ્યું હતું કે તમે ક્રિમિ​નલ ઍક્ટિવિટી સાથે જોડાયેલા છો અને હ્યુમન ટ્રાફિકિંગ અને મની લૉન્ડરિંગનો કેસ તમારી સામે બને છે, જો એમાંથી તમારે બચવું હોય તો ૫૯ લાખ રૂપિયા આપવા પડશે. ગભરાઈ ગયેલા ફરિયાદીએ ત્યાર બાદ ગઠિયાઓએ કહેલાં અલગ-અલગ અકાઉન્ટ્સમાં ૫૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે છેલ્લે તેને શંકા જતાં અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. અમે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’

thane thane crime cyber crime Crime News central bureau of investigation news mumbai mumbai news