સાયબર ગઠિયાઓથી રહેજો સાવધાન: ઍરટેલ અને ક્રાઈમ બ્રાંચ અધિકારીના નામે થઈ રહી છે છેતરપિંડી

22 July, 2024 06:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cyber Crime Alert: આ ગઠિયાએ એરટેલ કંપનીનો એક કર્મચારી હોવાનો દાવો કર્યો હતી અને પીડિતને જણાવ્યું કે તેનો મોબાઈલ નંબરનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઘાટકોપરના એક 44 વર્ષના વ્યક્તિએ એરટેલ અને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ હોવાનું કહીને તેની સાથે રૂ. 7.50 લાખની સાઈબર ફોર્ડ કરવામાં આવ્યું હોવાની મોટી ઘટના બની છે. આ છેતરપિંડી કરનારા ગઠિયાઓએ દાવો કર્યો હતો કે પીડિત વ્યક્તિ ડોકયુમેન્ટ, જુગાર, માનવ તસ્કરી (Cyber Crime Alert) અને મની લોન્ડરિંગના કેસ સાથે જોડાયેલા છે જેથી આ મામલે બચાવવા પૈસા આપવા પડશે. આ ગઠિયાએ એરટેલ કંપનીનો એક કર્મચારી હોવાનો દાવો કર્યો હતી અને પીડિતને જણાવ્યું કે તેનો મોબાઈલ નંબરનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેની સામે વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. તે પછી તે દિલ્હી ક્રાઈમ બ્રાંચના કથિત અધિકારીઓ સાથે વીડિયો કોલ દ્વારા જોડાયો. આ નકલી અધિકારીએ કહ્યું કે આ પ્રવૃત્તિઓમાં તેના આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તમારી સામે વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.

તે બાદ બીજા દિવસે ઠગાઈ કરનારાઓએ (Cyber Crime Alert) ફોન કરીને દાવો કર્યો કે તેમનું બેન્ક ખાતું માનવ તસ્કરીના કેસ સાથે જોડાયેલું છે જેથી આ મામલે આરબીઆઈ તપાસની જરૂર છે. તેમની સૂચનાઓને અનુસરીને, પીડિટે RTGS દ્વારા ગઠિયાના એક બેન્ક એકાઉન્ટમાં 2.30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તે બાદ ફરી એક વખત પાસેથી વધુ રૂ. 5.20 લાખની માગણી કરી હતી અને તેને ખાતરી આપી કે તે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) પ્રોસેસ માટે આ પૈસા જરૂરી છે. તેમ જ આ પૈસા પરત કરવામાં આવશે એવું પણ આ ગઠિયાઓએ કહ્યું હતું. રિફંડની રાહ જોયા પછી અને છેતરપિંડી કરનારાઓના નંબર બંધ કરી દીધા હતા જેથી પોતાની સાથે સ્કેમ થયો હોવાનું જાણી પીડિતે ઘાટકોપરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી હતી.

તેમ જ નવી મુંબઈ સાઇબર પોલીસ-સ્ટેશનમાં ક્રિપ્ટોકરન્સીમાં (Cyber Crime Alert) રોકાણ કરવા જતાં દોઢ કરોડ રૂપિયા ગુમાવવા બદલની ફરિયાદ નોંધાઈ છે. સાઇબર પોલીસે હવે એ ગઠિયાને શોધી કાઢવાના પ્રયાસ શરૂ કર્યા છે. ફરિયાદીએ જણાવ્યા મુજબ ગયા મહિને ગઠિયાએ તેનો ઑનલાઇન સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે જો તે દોઢ કરોડ રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરશે તો તેને થોડા સમયમાં ઘણો ફાયદો થશે. એથી તેની વાતોમાં આવી જઈને ફરિયાદીએ દોઢ કરોડ રૂપિયા રોક્યા હતા. એ પછી જ્યારે તેણે એ રોકાણ પર થયેલા ફાયદા વિશે આરોપીને પૂછપરછ કરી ત્યારે આરોપીએ તેને ઈ-મેઇલ પર ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ રકમ પાછી આપી નહોતી. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું જણાઈ આવતાં સાઇબર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ હવે તેણે કરેલું પેમેન્ટ કયા અકાઉન્ટમાં ગયું, ત્યાંથી કયા અકાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યું, ક્યાંથી એને ઉપાડવામાં આવ્યું એ બાબતની ટેક્નિકલ તપાસ ચાલુ કરી છે.

cyber crime mumbai news ghatkopar Crime News mumbai crime news mumbai