07 February, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચોરીની પ્રતીકાત્મક તસવીર
મુંબઈના એક રેલવે સ્ટેશન (CSMT News)ના ટોયલેટમાંથી ચોરીની ઘટના સામે આવી છે. હા, નળની ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે.
ચોરની માહિતી હજી સામે આવી નથી
જાન્યુઆરી મહિનામાં મુસાફરો માટે એસી શૌચાલય ખોલવામાં આવ્યું હતું. હવે આ જ શૌચાલયમાંથી ચોરી થઈ છે. જોકે, ચોરાયેલા માલસામાનની કિંમત લાખોમાં હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે હાલમાં રેલવે (CSMT News) અધિકારીઓએ શંકાને આધારે એવું કહ્યું છે કે આ કોઈ અંદરખાને કામ કરતા વ્યક્તિએ જ કર્યું છે. હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.
કયા સ્ટેશને આ ઘટના બની છે?
તમને જણાવી દઈએ કે આ ઘટના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT News) ખાતે બની હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર હાલમાં જ નવીનીકરણ કરાયેલા એસી ટોઈલેટ તેમજ 12 લાખ રૂપિયાના બાથરૂમની ફીટીંગ ચાલી રહેલ રૂમ અને જાહેર શૌચાલયમાંથી સામાન ગાયબ થઈ ગયો છે. અહેવાલો અનુસાર આ ચોરી 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીએ થઈ હતી.
કઈ કઈ વસ્તુઓની ચોરી થઈ છે? આશરે તેની કિંમત કેટલી?
જેટ સ્પ્રે, ટોઇલેટ સીટ કવર, નળ, બોટલ હોલ્ડર અને સ્ટોપકોક્સ સહિત લગભગ 70 વસ્તુઓને ચોરી લીધી હોવાનું સામે આવ્યું છે. અહેવાલો અનુસાર મધ્ય રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે એક આંતરિક વ્યક્તિનું કામ હોય તેવું લાગે છે, કારણ કે ફક્ત અધિકૃત કર્મચારીઓને જ રનિંગ રૂમમાં પ્રવેશ મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટ્રાક્ટર લેબર કર્મચારીઓ પણ આ ચોરીમાં સંડોવાયેલ હોય શકે છે. શૌચાલયોમાં સીસીટીવી કેમેરાના અભાવે તેમને ઓળખવાનું મુશ્કેલ બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દરેક જેટ સ્પ્રેની કિંમત 1,600 રૂપિયા હતી અને 12 ચોરાયેલી વસ્તુઓની કિંમત 19,200 રૂપિયા હતી. 28,716 રૂપિયાની કિંમતના છ પિલર કોક પણ ગાયબ થયા હોવાની જાણકારી છે.
મુંબઈ ડિવિઝનની સેન્ટ્રલ રેલ્વે (CSMT News)એ વિડિયો શૅર કર્યો હતો. આ સાથે જ તેઓએ કેપ્શન પણ લખ્યું હતું. અનેક લોકો પોતાની કમેન્ટ કરી રહ્યા છે. એક વપરાશકર્તાએ એક્સ પર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં લખ્યું હતું કે તમે વોશ બેસિન પરના નળ અને યુરિનલમાંથી પાણીની પાઈપ ગાયબ જોઈ શકો છો. એમ કરીને એણે ફોટો મૂક્યા હતા.
CSMT News: સૂત્રોના જણાવ્યા અનુસાર ચોરાયેલી ફીટીંગ્સમાં જેટ સ્પ્રે, નળ, ટોઇલેટ સીટ કવર, બોટલ ટ્રેપ અને સ્ટોપકોક વાલ્વનો સમાવેશ થાય છે. જો કે, હજુ સુધી ચોરોની ઓળખ થઈ શકી નથી અને એવી આશંકા છે કે કેટલાક રેલવે કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓએ ચોરીને અંજામ આપ્યો હોઈ શકે છે.