શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર: સમાજસુધારક કહેવાતાં શિક્ષકો આપે છે લાંચ, એસીબીને લખાયો પત્ર

06 June, 2023 06:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ્ય (Maharashtra State)ના કુલ 36 શિક્ષણ અધિકારીઓની તપાસ કરવાનો પત્ર શિક્ષણ કમિશનર સૂરજ માંઢરે દ્વારા એસીબીને લખવામાં આવ્યો.

પ્રતીકાત્મક તસવીર

વન પ્રધાન સુધીર મુનગંટીવારના વિભાગમાં પૈસાની હેરાફેરી થતી હોવાની બાતમી સામે આવી છે, શિક્ષણ ક્ષેત્રના ઘણા લોકો શિક્ષણ વિભાગ (Education Department)માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાની માગ કરી રહ્યા છે. રાજ્ય (Maharashtra State)ના કુલ 36 શિક્ષણ અધિકારીઓની તપાસ કરવાનો પત્ર શિક્ષણ કમિશનર સૂરજ માંઢરે દ્વારા એસીબીને લખવામાં આવ્યો છે. આ પત્રમાં શિક્ષણ વિભાગમાં બહુ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવું જણાવવામાં આવ્યું છે. મહત્ત્વનું એ છે કે શિક્ષકો ઉપર દરોડા પડ્યા એની ખુલ્લી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

એક અગ્રણી સમાચાર ચેનલના અહેવાલ અનુસાર શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલુ હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. અનેક અધિકારીઓ લાંચ લેતાં પકડાય છે પણ ફરી પાછા સેવામાં જોડાઈ જતાં હોય છે, ફરી ભ્રષ્ટાચાર આદરે છે પણ તેની વિરુદ્ધ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. માટે જ સૂરજ માંઢરેએ એસીબી (Anti Corruption Bureau)ને પત્ર લખ્યો છે, એવું જાણવા મળ્યું છે. ઉપરાંત હાલ કેટલાક અધિકારીઓની સામે તપાસ ચાલુ છે.

શિક્ષક બદલી માટે અનેક અધિકારીઓ અને કર્મચારીઓ એસીબીની જાળમાં ફસાયાની ઘટના સામે આવતી હોય છે. શિક્ષક બદલીની ફાઈલોને માટે રૂપિયા ખવડાવીને અનુકૂળ જિલ્લાઓમાં બદલી લેવાની ઘટનાઓ તો અવારનવાર બને છે. એટલું જ નહિ, શિક્ષકની બદલી માટે રેટ કાર્ડ પણ નક્કી થયેલા હોવાની ચર્ચા પણ ફરતી હોય છે. એક સામાન્ય ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ પર મોકલવા માટે સુધ્ધા પૈસા ખવડાવવામાં આવે છે. એક કેસ તો એવો પણ સામે આવ્યો હતો કે આઉટવર્ડ કરી આપવા માટે વીસ હજાર રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુનાહિત છેડછાડ, ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉ​કિંગ સિસ્ટમમાં ખામીને શોધી કાઢવામાં આવશે

સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચાર તો બંધ થવાનું નામ નથી લેતો નથી, ત્યારે હવે શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારનું જંતુ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એસીબીએ જે કેસોનો પર્દાફાશ કર્યો છે તે જોતાં ભ્રષ્ટાચારનો આ વધતો ગ્રાફ ચિંતાનો વિષય બની રહ્યો છે. હવે આ મામલે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

anti-corruption bureau maharashtra Education mumbai Crime News