17 March, 2020 07:32 AM IST | Mumbai | Mumbai Correspondent
કોરોનાના કેરના કારણે પ્રશાસને મૉલ બંધ કરાવ્યા છે. બોરીવલી પોલીસે પણ બોરીવલીના ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટર અને મોક્ષ પ્લાઝા શૉપિંગ સેન્ટર રવિવારથી બંધ કરાવી દીધા છે. ત્યારે આજે સવારે ઇન્દ્રપ્રસ્થના કેટલાક દુકાનદારોએ તેમની દુકાનો ખોલી હતી. તેમનું કહેવું હતું કે ઇન્દ્રપ્રસ્થ એ મૉલની વ્યાખ્યામાં બેસતો નથી. એ શૉપિંગ સેન્ટર છે. જોકે એ પછી બોરીવલી પોલીસે ત્યાં ધસી જઈ તેમને દુકાનો બંધ કરવાનું કહેતાં તેમણે દુકાનો બંધ કરવી પડી હતી.
આ પણ વાંચો : કોરોના ઇફેક્ટ : APMCમાં શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ગુરુવાર અને રવિવારે બંધ રહેશે
આવી જ રજૂઆત મોક્ષ પ્લાઝાના સુરેશ ગોગરીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે વેપારીઓ બોરીવલી પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટરને જઈને મળ્યા હતા. અમે રજૂઆત કરતાં કહ્યું હતું કે સર, અમારું શૉપિંગ સેન્ટર છે, મૉલ નહી. તો અમને શું કામ બંધ કરાવો છો? તો તેમણે કહ્યું હતું કે અમને ઉપરથી આદેશ છે એટલે સાવચેતીનાં પગલાં માટે અમારે એ બંધ કરાવવું જ પડે. અમે તેમને આ બાબતે ચોખવટ માગી ત્યારે તેમણે કહ્યું હતું કે અમે સરકારમાં તમારી રજૂઆત કરીશું અને એ બાબતે ખુલાસો માગીશું. એમ છતાં તમે દુકાનો નહી ખોલી શકો. એ બંધ રાખવી જ પડશે.