મહા વિકાસ આઘાડીમાં મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોની ચર્ચા વચ્ચે કૉન્ગ્રેસના નાના પટોલેએ મૂક્યો મમરો

07 July, 2024 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠક મળી છે એટલે સ્વાભાવિક છે કે અમે જ વધુ બેઠક લડીશું

નાના પટોલે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની સમજૂતી બાબતે મહા વિકાસ આઘાડીમાં સામેલ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે ત્યારે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ગઈ કાલે કહ્યું હતું કે કૉન્ગ્રેસ રાજ્યની તમામ ૨૮૮ વિધાનસભા બેઠક લડવાની તૈયારી કરશે. નાગપુરના નિવાસસ્થાને નાના પટોલેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘રાજકીય પક્ષોએ દરેક બેઠકમાં પોતાનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. આથી જ અમે તમામ બેઠકની તૈયારી કરીશું. મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી થશે ત્યારે જે બેઠકમાં અમે મજબૂત હોવાનું જણાશે એના પર સમજૂતી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મહારાષ્ટ્રમાં સૌથી વધુ બેઠક મળી છે એટલે સ્વાભાવિક છે કે અમે જ વધુ બેઠક લડીશું.’

assembly elections sharad pawar uddhav thackeray congress maharashtra news political news