મુંબઈમાં કૉન્ગ્રેસને ઝટકો

20 August, 2024 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પિતા બાબા સિદ્દીકીના પગલે દીકરો પણ અજિત પવાર સાથે?

જીશાન સિદ્દીકી

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં જેમના પર ક્રૉસવોટિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો એ બાંદરા-ઈસ્ટના કૉન્ગ્રેસના વિધાનસભ્ય ગઈ કાલે બાંદરામાં આયોજિત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની જન સન્માન યાત્રામાં તેમની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. ઝીશાન સિદ્દીકીએ આ કાર્યક્રમ વખતે બાઇક-રૅલી કાઢીને અજિત પવારનું સ્વાગત પણ કર્યું હતું. આથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસને ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ઝીશાનના પિતા બાબા સિદ્દીકી કૉન્ગ્રેસને રામ રામ કરીને અજિત પવાર જૂથમાં જોડાયા હતા. જોકે ઝીશાન કૉન્ગ્રેસમાં જ રહ્યા હતા. હવે તેઓ અજિત પવાર સાથે જોવા મળ્યા છે.

ajit pawar nationalist congress party maharashtra maharashtra news baba siddique mumbai news mumbai