મહારાષ્ટ્રની `લાપતા લેડીઝ` ક્યાં છે? કૉંગ્રેસના ફિલ્મ સ્ટાઈલ અભિયાનથી શિંદે સરકારની ટીકા

01 October, 2024 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Congress Launches ‘Laapataa Ladies’ campaign: આ અભિયાનમાં વિરોધી પક્ષ કૉંગ્રેસ દ્વારા ફિલ્મ લાપતા લેડિઝનું પોસ્ટર બતાવી રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી સરકારની ટીકા કરવામાં આવી છે.

કૉંગ્રેસનું લાપતા લેડીઝ અભિયાન (તસવીર: સોશિયલ મીડિયા)

જેમ જેમ મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં રાજકીય પાર્ટીઓના પ્રચારની સાથે વિરોધી પક્ષના કામની ટીકા પણ શરૂ થઈ છે. આ વચ્ચે કૉંગ્રેસ દ્વારા રાજ્યની મહાયુતિ સરકાર (ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) સરકારનો વિરોધ કરવા ફિલ્મી સ્ટાઈલમાં (Congress Launches ‘Laapataa Ladies’ campaign) એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં વિરોધી પક્ષ કૉંગ્રેસ દ્વારા ફિલ્મ લાપતા લેડિઝનું પોસ્ટર બતાવી રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી સરકારની ટીકા કરવામાં આવી છે.

કૉંગ્રેસે મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા મહિલાઓની સુરક્ષા અંગે એકનાથ શિંદે સરકારની (Congress Launches ‘Laapataa Ladies’ campaign) નિષ્ફળતાને બતાવવા માટે કિરણ રાવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મથી પ્રેરિત `લાપતા લેડીઝ` અભિયાન શરૂ કર્યું છે. મરાઠીમાં `લાપતા લેડીઝ` લખેલા પોસ્ટરો રાજ્યભરમાં કથિત રીતે જોવા મળ્યા છે, જેમાં ચિંતાજનક આંકડા સાથે `એક વર્ષમાં 64,000 મહિલાઓ ગુમ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે`. આ પોસ્ટરોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની તસવીરો પણ બતાવવામાં આવી છે.

ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ લાપતા લેડીઝને (Congress Launches ‘Laapataa Ladies’ campaign) કોમેડિક લેન્સ દ્વારા આપવામાં આવેલી પિતૃસત્તાની ટીકા માટે વ્યાપક પ્રશંસા મળી હતી. જેને લીધે તેને ઑસ્કર એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. કૉંગ્રેસ દ્વારા ફિલ્મના શીર્ષકનો ઉપયોગ મહિલાઓની સુરક્ષામાં સરકારની અસમર્થતા વિશે પાર્ટીનો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો. આ ઝુંબેશ બદલાપુરમાં બે શાળાની વિદ્યાર્થિનીઓના જાતીય શોષણના તાજેતરના કેસને અનુસરે છે, જેણે સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાવ્યો છે. કૉંગ્રેસના અભિયાનમાં ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને નિશાન બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષના ઑગસ્ટમાં વિધાનસભા સત્ર દરમિયાન, ફડણવીસે સ્વીકાર્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુમ થનારી 10 ટકા મહિલાઓ ઘરે પરત આવતી નથી.

મહિલાઓ હવે તેમની સામે અન્યાય કે અપરાધની ફરિયાદ નોંધાવવા આગળ આવી રહી છે. ગુમ થયેલી મહિલાઓને પરત લાવવામાં 90 ટકા કેસોમાં મહારાષ્ટ્ર પોલીસને સફળતા મળી છે. તેમણે કહ્યું, "મહિલાઓની સુરક્ષા દેશ માટે ચિંતાનું કારણ છે. મહારાષ્ટ્રમાં (Congress Launches ‘Laapataa Ladies’ campaign) દર વર્ષે લગભગ 64,000 છોકરીઓ અને મહિલાઓ ગુમ થાય છે. 2019 અને 2020 ના કોવિડ વર્ષો દરમિયાન, આ સંખ્યા વધારે હતી, અને 2021 માં, 61,000 કેસ નોંધાયા હતા. જ્યારે 2021 માં તેમાંથી 87 ટકા ઘરે પાછા ફર્યા, 2022 માં ટકાવારી 86 ટકા હતી અમે આ સંખ્યાઓને વધુ ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ. કૉંગ્રેસે મહિલા સુરક્ષા અંગે વર્તમાન સરકારના રેકોર્ડની ટીકા કરવા માટે આ આંકડાઓનો ઉપયોગ કર્યો છે.

congress eknath shinde devendra fadnavis political news mumbai news mumbai