25 November, 2024 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ વચ્ચે ૭૫ બેઠક પર સીધો મુકાબલો થયો હતો. એમાંથી BJPએ ૬૫ બેઠક પર વિજય મેળવ્યો હતો તો કૉન્ગ્રેસને માત્ર ૧૦ બેઠક મળી છે. કૉન્ગ્રેસને મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું છે. મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને રાજ્યની ૬૩ વિધાનસભામાં સરસાઈ મળી હતી. એની સામે વિધાનસભાની ચૂંટણીમાં ભારે રકાસ થયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાત, યશોમતી ઠાકુર, માણિકરાવ ઠાકરે સહિતના દિગ્ગજ નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે પણ મામૂલી ૨૦૮ મતથી માંડ-માંડ વિજયી થયા છે.