મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ૬૪ મોબાઇલ ચોરાયા હોવાની ફરિયાદ

06 July, 2024 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર વ્યક્તિએ ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. એની સાથે જ ૧૩ ફોન રસ્તા પરથી મળી આવ્યા હતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મરીન ડ્રાઇવ પર વિક્ટરી પરેડમાં એકઠી થયેલી ભીડમાં ૬૪ કરતાં વધુ લોકોએ તેમના મોબાઇલ ગુમાવ્યા હતા. ૬૪ લોકોએ આ સંદર્ભે તેમનો મોબાઇલ ચોરાયો હોવાની ફરિયાદ મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં કરી હતી, જ્યારે ચાર વ્યક્તિએ ઑનલાઇન ફરિયાદ નોંધાવી હતી. એની સાથે જ ૧૩ ફોન રસ્તા પરથી મળી આવ્યા હતા જે તેમના માલિકોને પાછા સોંપવામાં આવ્યા હતા. 
પોલીસ દ્વારા કહેવાયું હતું કે વિક્ટરી પરેડ વખતે કોઈ મહિલા સાથે અભદ્ર વર્તન થયું હોય કે છેડછાડ થઈ હોય એવી એક પણ ઘટના બની નથી જે ખરેખર સરાહનીય કહી શકાય. ઊલટું લોકોએ ઍમ્બ્યુલન્સને આટલી ભીડમાં પણ ફટાફટ જગ્યા કરી આપી એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અનેક લોકોએ એની નોંધ લઈને મુંબઈગરાને બિરદાવ્યા છે. ભીડને કારણે ગૂંગળામણ થવાથી કે નાની-મોટી ઈજા થવાથી જે ૧૧ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત સુધારા પર છે અને તેમને કોઈ જોખમ ન હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. 

mumbai news mumbai marine drive mumbai police