કૉમેડિયન સુનીલ પાલ ગાયબ? પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો

04 December, 2024 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોડી રાતે એવી ચર્ચા થઈ રહી હતી કે સુનીલ પાલનો સંપર્ક થઈ ગયો છે

સુનીલ પાલ

જાણીતો કૉમેડિયન સુનીલ પાલ શો માટે પટના ગયો હતો. શો પત્યા પછી તે ગઈ કાલે મુંબઈ પાછો આવી જવાનો હતો, પણ પાછો ન આવ્યો અને તેનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ આવતો હોવાથી પત્ની સરિતા પાલે સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક કરી રજૂઆત કરી હતી. પોલીસે તેની રીતે તપાસ શરૂ કરી હતી. જોકે મોડી રાતે એવી ચર્ચા થઈ રહી હતી કે સુનીલ પાલનો સંપર્ક થઈ ગયો છે. કેટલાક લોકોએ તેની પાસેથી ૬ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને હવે તે આજે મુંબઈ પાછો ફરશે.    

‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચૅલેન્જ’માં ભાગ લ​​ઈને લોકપ્રિયતા મેળવનાર કૉમેડિયન સુનીલ પાલે કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે અને તે સ્ટેજ-શો પણ કરતો રહે છે. એ ઉપરાંત તે સોશ્યલ ​મીડિયા પર પણ બહુ ઍક્ટિવ રહે છે અને પોતાને જે સાચું લાગે એ શબ્દો ચોર્યા વિના કહી દેવા માટે જાણીતો છે.

sunil pal mumbai news mumbai crime news Crime News mumbai police