આજે નવી મુંબઈમાં આયોજિત કોલ્ડપ્લે કૉન્સર્ટ વખતે ૧૦૦૦ પોલીસ રહેશે ખડેપગે તહેનાત

18 January, 2025 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ૭૦ પોલીસ-ઑફિસરો, ૪૩૪ પોલીસ-કર્મચારીઓ સ્ટેડિયમની અંદર રહેશે

ફાઇલ તસવીર

ફેમસ બ્રિટિશ બૅન્ડ ‘કોલ્ડપ્લે’ દ્વારા આજે, આવતી કાલે અને મંગળવારે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ત્રણ શો થવાના છે જેના માટે અંદાજે ૪૫,૦૦૦ લોકો આવવાના હોવાથી લૉ ઍન્ડ ઑર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે દરેક શો વખતે ૧૦૦૦ પોલીસ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે.

નવી મુંબઈ પોલીસે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ૭૦ પોલીસ-ઑફિસરો, ૪૩૪ પોલીસ-કર્મચારીઓ સ્ટેડિયમની અંદર રહેશે; જ્યારે ૨૧ ઑફિસરો અને ૪૪૦ પોલીસ-કૉન્સ્ટેબલ દરેક શો વખતે સ્ટેડિયમની બહાર ફરજ બજાવશે.

આ ત્રણ દિવસ દરમ્યાન ઉરણ, ન્હાવાશેવા, પુણે અને થાણે તરફથી એ રસ્તા પર ટ્રાફિક જૅમ ન સર્જાય એ માટે હેવી વેહિકલ્સની મૂવમેન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. કૉન્સર્ટ જોવા આવનારાઓ માટે અલાયદી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

coldplay navi mumbai dy patil stadium mumbai police mumbai mumbai news