29 May, 2023 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગિરગાંવથી પ્રિયદર્શિની પાર્ક સુધીના કોસ્ટલ રોડ હેઠળ બીજી ટનલનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ દેશની સૌથી લાંબી દરિયાઈ ટનલ છે (India First-Ever Undersea Twin Tunnels) જે ટૂંક સમયમાં મુંબઈકરોને ભેટમાં આપવામાં આવશે. BMC કોસ્ટલ રોડ પ્રોજેક્ટ(Coastal Road Project)ના કામ પર દેખરેખ રાખતા એક અધિકારીએ જણાવ્યું કે 2.07 કિલોમીટર લાંબી બીજી ટનલમાંથી 1 કિમી સમુદ્રની નીચે બનાવવામાં આવી છે. તે મલબાર હિલ બાજુના વીવિંગ ડેકથી મફતલાલ ક્લબ સુધી સમુદ્રની નીચે બનાવવામાં આવ્યું છે. બીજી તરફ મલબાર હિલની ટેકરી નીચે ખડકો કાપીને એક કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે. દરિયાની નીચે ટનલ બનાવવામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે ટેકરીની નીચે ટનલ બનાવવી સૌથી પડકારજનક હતી. તેમ છતાં ટીબીએમ મશીનની મદદથી કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. BMC અધિકારીએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde)ની હાજરીમાં સુરંગ તોડવાની યોજના છે. આ માટે પત્ર મોકલવામાં આવ્યો છે, જે દિવસે મંજૂરી મળશે તે જ દિવસે બ્રેક થ્રુની કામગીરી કરવામાં આવશે. તેની તૈયારી ચાલી રહી છે.
11 જાન્યુઆરી 2021ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા ટનલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ ટનલનું કામ 10 જાન્યુઆરી, 2022 ના રોજ પૂર્ણ થયું હતું. બીજી ટનલનું કામ એપ્રિલ 2022થી શરૂ થયું હતું. આ ટનલ મલબાર હિલ ટેકરી, હેંગિંગ ગાર્ડન અને ગિરગામમાં સમુદ્રની નીચેથી બનાવવામાં આવી છે.
10 થી 70 મીટરની ઊંડાઈમાં બનેલ છે
ટ્વીન ટનલ જમીનની નીચે 10 મીટરથી 70 મીટરની ઊંડાઈએ બનાવવામાં આવી છે. બીજી ટનલનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ થવાની ધારણા હતી. પરંતુ ટીબીએમ મશીનનો એક ભાગ તૂટી જવાથી કોસ્ટલ રોડ માટે બનાવવામાં આવી રહેલી બીજી ટનલના ખોદકામને અસર થઈ છે. BMCએ બીજી ટનલનું કામ માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ કરવાની યોજના બનાવી હતી, પરંતુ લગભગ ત્રણ મહિનાના વિલંબ પછી મેના અંત સુધીમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલાયું, નવા નામની CM એકનાથ શિંદે કરી જાહેરાત
6 લેન રોડ
અંડરગ્રાઉન્ડ ટનલમાં કુલ 6 લેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. ટનલમાં કોઈ અકસ્માત થાય તો બીએમસી, મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ અને ટ્રાફિક પોલીસના ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં ઈમરજન્સી મેસેજ જશે. આનાથી તાત્કાલિક સહાય પૂરી પાડવાનું શક્ય બનશે. કોસ્ટલ રોડનું 75 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. BMC પ્રિયદર્શિની પાર્કથી વરલી સી લિંક સુધી 10.58 કિલોમીટર લાંબો રસ્તો બનાવી રહી છે. તેના પર 12700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે BMC કોસ્ટલ રોડને ખૂબ જ મહત્વપૂર્ણ માની રહી છે. BMC માને છે કે તેની રચનાથી 34 ટકા ઇંધણ અને 70 ટકા સમયની બચત થશે. BMC ડિસેમ્બર 2023 સુધીમાં વર્લી નજીક બ્રિજના કામ સિવાય અન્ય કામો પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.