14 December, 2024 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલી અને પર્યાવરણની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ એક લાખ કરોડ રૂપિયાની કિંમતની પાંચ હજાર એકર જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે અથવા તો એને નષ્ટ કરી દેવામાં આવી હોવાનું એક સર્વેમાં જણાઈ આવ્યું છે. પાંચ હજાર એકર જમીનમાંથી ત્રણ હજાર એકર જમીનમાં ડેવલપમેન્ટનાં કામ કરવા માટે મૅન્ગ્રોવ્ઝને નષ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે બાકીના બે હજાર એકર કોસ્ટલ જમીન ડેવલપરો અને અતિક્રમણ કરનારાઓએ ગેરકાયદે નષ્ટ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નષ્ટ કે અતિક્રમિત કરવામાં આવેલી કોસ્ટલ જમીનનો એકરદીઠ ભાવ ૧૫થી ૨૦ કરોડ રૂપિયા જેટલો થાય છે. સર્વેમાં ચારકોપના સેક્ટર આઠ, પહાડી ગોરેગામ, ઉત્તનથી દહિસર અને માહુલના ગણેશ પાટીલનગરમાં સૌથી વધુ પ્રમાણમાં કોસ્ટલ જમીનમાં અતિક્રમણ કે જમીન નષ્ટ કરવામાં આવી હોવાનું જણાયું છે.