22 November, 2023 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શહેરમાં ધૂળ અને હવાના પ્રદૂષણને ઘટાડવા માટે લેવામાં આવેલાં પગલાંઓની મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિવિધ સ્થળોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી તેમ જ જરૂર પડે તો સુધરાઈને કૃત્રિમ વરસાદ કરાવવા માટે પણ જણાવ્યું હતું. સુધરાઈએ દુબઈની એક કંપનીનો સંપર્ક કર્યો છે જે ક્લાઉડ-સીડિંગમાં ૧૦૦ ટકા ચોકસાઈ ધરાવે છે. એની સાથે એમઓયુ પણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાને બાંદરાના જૉગર્સ પાર્કમાં ધૂળ અને હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે લેવામાં આવેલાં પગલાંઓ જાતે જ જોયાં હતાં. તેમણે કલાનગર, મિલન સબવે, જુહુ અને સાંતાક્રુઝ માટે રસ્તા અને ફુટપાથની સફાઈનાં કામોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે સુધરાઈના કમિશનરને ૧,૦૦૦ ટૅન્કર ભાડે લઈને શહેરના રસ્તાઓ ધોવા જણાવાયું છે અને જો રસ્તાઓને ધોવામાં આવે તો ધૂળનું પ્રમાણ ઘટી શકે છે.