MVA પર યોજના ચોરવાનો મૂક્યો આરોપ, ઉદ્ધવ ઠાકરેને કૉંગ્રેસી કહીને વરસ્યા CM શિંદે

11 November, 2024 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર ચૂંટણી 2024 પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે અમે પહેલાથી જ લાડકી બહિણ યોજના શરૂ કરી હતી, પૈસા પણ આપ્યા અને આગળ પણ આપીશું. અમારી જ યોજના મહાવિકાસ આઘાડી (MVA)એ ચોરી લીધી

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્ર ચૂંટણી 2024 પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે અમે પહેલાથી જ લાડકી બહિણ યોજના શરૂ કરી હતી, પૈસા પણ આપ્યા અને આગળ પણ આપીશું. અમારી જ યોજના મહાવિકાસ આઘાડી (MVA)એ ચોરી લીધી અને કહ્યું કે તે મહિલાઓને ત્રણ હજાર રૂપિયા આપશે. આ બધા ચોરવાનું કામ કરે છે, અમે જનતા માટે કામ કરીએ છીએ. જનતાને હવે બધી ખબર પડી ચૂકી છે. જનતા હવે સમજી ગઈ છે.

સીએમની લડાઈ પર એકનાથ શિંદેએ કહ્યું કે અમારી લડાઈ મહા વિકાસ આઘાડી સામે છે. તે એકબીજાનો પગ ખેંચવામાં રહી જાય છે. સીએમના ચહેરાને લઈને 23 નવેમ્બર બાદ અમે ત્રણેય પાર્ટીના નેતા એક સાથે બેસીને એ નક્કી કરીશું કે કોણ મુખ્યમંત્રી બનશે. આદિત્ય ઠાકરે કંઈપણ બોલે છે. પીએમ મોદી અને અમિત શાહ લોકસભામાં પણ આવ્યા. હાલ પણ આવી રહ્યા છે. કોઈ બળવો થયો કે? કોઈ દંગા થયા કે? માત્ર તે લોકોને કંઈપણ બોલવું જ હોય છે. આરોપ મૂકવો છે તો મૂકી દીદો. એકનાથ શિંદેએ કહ્યું કે અમે ફક્ત ડેવલપમેન્ટ પર વાત કરીએ છીએ, અમે જે અઢી વર્ષમાં કામ કર્યું છે, તે બધાની સામે છે. કોસ્ટલ રોડ, MHTL, નવી મુંબઈ ઍરપૉર્ટ... મહાવિકાસ આઘાડીમાં અઢી વર્ષમાં શું કર્યું તે જણાવીએ છીએ. એક કામ જજણાવો, તેમનું કામ માત્ર અમારા મોટા પ્રૉજેક્ટને રોકવાનું હતું. મહાવિકાસ આઘાડી ફક્ત અને ફક્ત શરદ પવાર ચલાવી રહ્યા છે. તે જ આખી મહા વિકાસ આઘાડીને લીડ કરી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ…
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું, `ઉદ્ધવ જૂથ અને આદિત્ય ઠાકરે કહે છે કે અમે ચૂંટણી ચિન્હ ચોરી લીધું છે. પાર્ટી ચોરી. બાળકોની જેમ વાત ન કરો કે આ ચોરી થઈ છે, તે ચોરી થઈ છે. જો નિર્ણય તેમની તરફેણમાં છે, તો બધું વ્યર્થ છે, જો તે સારું નથી, તો બધું નકામું છે. તેઓ માત્ર આક્ષેપો કરે છે અને રાત-દિવસ મારી સાથે દુર્વ્યવહાર કરે છે. અમે હિન્દુત્વની વિચારધારાને આગળ લઈ જઈ રહ્યા છીએ. જે બાળાસાહેબ ઠાકરેએ શીખવ્યું છે. તેમની પાસે કોંગ્રેસની વિચારધારા છે, કોંગ્રેસની વોટ બેંક છે, જે આકસ્મિક વોટ બેંક છે.

અજિત પવાર વિશે શું કહ્યું?
અજિત પવારના મયુતિમાં જોડાવા પર એકનાથ શિંદેએ કહ્યું કે અજિત પવારને કોઈએ ડરાવી કે ધમકાવી નથી. તે પોતાની મેળે આવ્યો છે. મોદીજીનું કામ જોઈને આવ્યા છીએ. તેને ત્યાં કામ કરવાનો મોકો ન મળ્યો. મહા વિકાસ આઘાડીના નેતાઓ સીએમ માટે દિલ્હીથી દરેક ગલીમાં જઈ રહ્યા છે. મહા વિકાસ આઘાડીમાં એક પણ નેતા નથી જે કામ કરી શકે. દરેક વ્યક્તિ એકબીજા સાથે લડે છે.

eknath shinde uddhav thackeray aaditya thackeray shiv sena maharashtra assembly election 2024 assembly elections maharashtra news maharashtra mumbai news mumbai