તરત કામ પર લાગી જાઓ

02 January, 2025 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાના બંગલા અને ફ્લૅટથી નારાજ થઈને કાર્યભાર ન સંભાળનારા પ્રધાનોને મુખ્ય પ્રધાને આપ્યો આદેશ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણને દસ દિવસ થઈ ગયા હોવા છતાં એક ડઝનથી વધારે પ્રધાનોએ હજી કાર્યભાર સંભાળ્યો ન હોવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે તમામ પ્રધાનોને તરત જ ચાર્જ લેવાનો આદેશ આપ્યો હતો. આ પ્રધાનોએ પસંદગીનાં ખાતાં અને બંગલા ન મળવાને લીધે પદભાર સંભાળ્યો નથી. આમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો પણ સમાવેશ છે.

મુખ્ય પ્રધાને આદેશ આપતાં પ્રધાનોને કહ્યું હતું કે નારાજગી દૂર કરી કાર્યભાર સંભાળીને કામ પર  લાગી જાઓ. જે પ્રધાનોને બંગલા અને ફ્લૅટ સામે નારાજગી છે તેમને પણ અત્યારે જે પણ અલૉટમેન્ટ થયું છે એ મુજબ જગ્યામાં રહેવા જવાનું કહેવામાં આવ્યું છે. આ નારાજ પ્રધાનોને તેમણે કહ્યું હતું કે આવતા વર્ષે અમુક પ્રધાનોને મોટા ફ્લૅટ અને બંગલા અલૉટ કરવાનો વિચાર થઈ રહ્યો છે.

mumbai news mumbai devendra fadnavis political news maharashtra news