02 March, 2025 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે થાણેના સાકેત મેદાનમાં આયોજિત રાજ્યસ્તરીય પોલીસ ક્રીડા સ્પર્ધાના સમાપન સમારોહમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિજેતાઓને પુરસ્કાર આપ્યા હતા.
મહારાષ્ટ્ર પોલીસના ૩૫મા રાજ્યસ્તરના પોલીસ ક્રીડા સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે થાણેના સાકેત મેદાનમાં હાજર રહીને સ્પર્ધામાં વિજેતાઓને પુરસ્કાર આપ્યા હતા. સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે પોલીસોને કહ્યું હતું કે ‘સ્પોર્ટ્સ ટીમભાવનામાં વધારો કરે છે. આ પ્રકારની સ્પર્ધા પોલીસને તેમની પ્રતિભા બતાવવાનો મોકો આપે છે. આપણા પોલીસ ઍથ્લીટ ઑલિમ્પિક્સ સહિતની તમામ સ્પર્ધામાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરવા માટેની તૈયારીમાં લાગી જાઓ. સરકાર તરફથી તમને જરૂરી તમામ મદદ કરવામાં આવશે. ભારતમાં ૨૦૩૬માં ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. એ માટે અત્યારથી જ મિશન ઑલિમ્પિક્સને ધ્યાનમાં રાખો. પોલીસદળમાં ઍથ્લીટ્સનો વધારો થવો જોઈએ એની સામે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ઓછા સ્પર્ધકો જોવા મળ્યા એ ચિંતાનો વિષય છે. મહિલા સહિત સ્પર્ધકોની સંખ્યામાં વધારો કરવા રાજ્યના પોલીસવડાએ પ્રયાસ કરવા જોઈએ.’