08 January, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકારની સ્થાપના થયાને એક મહિનો થયો છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઍક્શનમાં આવ્યા છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કૅબિનેટની બેઠક મળી હતી. મંત્રાલયમાં આયોજિત કરવામાં આવેલી આ બેઠકમાં સરકારના તમામ પ્રધાનો હાજર હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનોને આદેશ આપ્યો હતો કે ‘હવે દર અઠવાડિયે ઓછામાં ઓછા ત્રણ દિવસ મુંબઈમાં રહો. લોકોના કામ માટે મંત્રાલયમાં ત્રણ દિવસ હાજર રહીને લોકોને મળો. બાકીના દિવસોમાં મતદારસંઘના કામનું નિયોજન કરો.’ રાજ્ય સરકારનું કામકાજ ઝડપથી કરવા માટેની સૂચના પણ મુખ્ય પ્રધાને પ્રધાનોને આપી હોવાનું જાણવા મળ્યું હતું
મેં રાજીનામું આપ્યું નથી : ધનંજય મુંડે
સોમવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથેની મુલાકાત દરમ્યાન ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાઇઝ ખાતાના પ્રધાન ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાથી ગઈ કાલે ધનંજય મુંડેએ સ્પષ્ટતા કરી હતી કે મેં રાજીમાનું નથી આપ્યું. આ પહેલાં સર્વપક્ષીય નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મહારાષ્ટ્રના રાજ્યપાલને મળ્યું હતું અને તેમને ધનંજય મુંડેને રાજ્ય પ્રધાનમંડળમાંથી બરખાસ્ત કરવાનો લેટર પણ આપ્યો હતો.