કોલ્હાપુર આવી ગયા છે છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ

19 July, 2024 12:40 PM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમે આ વાઘનખ મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખ

છત્રપતિ શિવાજી મહારાજે ઉપયોગમાં લીધેલા વાઘનખ સાતારામાં લોકોને જોવા મળશે. લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમે આ વાઘનખ મહારાષ્ટ્ર સરકારને આપ્યા છે. લંડનથી આ વાઘનખ મુંબઈ બુલેટપ્રૂફ કવરમાં લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ એને કોલ્હાપુર લઈ જવાયા હતા. શનિવારથી એ છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. આજે ‘શિવશસ્ત્ર સૌંદર્ય’ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાજી મહારાજે જેટલાં હથિયારનો ઉપયોગ કર્યો હતો એ દેખાડવામાં આવશે જેમાં ‘વાઘનખ’ મુખ્ય ઍટ્રૅક્શન હશે. અફઝલ ખાનને મારવા માટે શિવાજી મહારાજે આ વાઘનખનો ઉપયોગ કર્યો હતો. જોકે એ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલું જ શસ્ત્ર છે કે નહીં એને લઈને પણ સવાલ ઊઠી રહ્યા છે.

shivaji maharaj london victoria kolhapur life masala national news mumbai news maharashtra news