આમચી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને મળી લેવલ-5ની સર્વોચ્ચ માન્યતા

09 January, 2025 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ માન્યતા ધરાવતું ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજા નંબરનું ઍરપોર્ટ બન્યું

શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA)ને ઍરપોર્ટ્‍સ કાઉન્સિલ ઇન્ટરનૅશનલ (ACI)એ લેવલ-5ની માન્યતા આપી છે. આ માન્યતા ACI ઍરપોર્ટ કસ્ટમર એક્સ્પીરિયન્સ ઍક્રેડિટેશન પ્રોગ્રામ અંતર્ગત સર્વોચ્ચ લેવલ છે. આ પ્રતિષ્ઠિત ઉપલબ્ધિ સાથે  CSMIA ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજું ઍરપોર્ટ બની ગયું છે. આ સન્માન પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે ફ્લાઇટના ઉત્કૃષ્ટ પરિચલન કરવા માટે આપવામાં આવે છે.

અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ આ વિશે કહ્યું હતું કે ‘CSMIAને દુનિયાના શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળાં ઍરપોર્ટ્‍સની શ્રેણીમાં સામેલ કરવું એ દેશ માટે ગર્વની વાત છે. આ માન્યતા અમારી ટીમના સમર્પણ અને અમારા પ્રવાસીઓનો અનુભવ વધુ સારો બનાવવા માટેની અમારી સતત મહેનતનું પ્રમાણ છે. આ ઉપલબ્ધિ વૈશ્વિક સ્તર પર CSMIAની નેતૃત્વની ભૂમિકાને વધુ મજબૂત કરે છે અને ભવિષ્યમાં પ્રવાસીઓને ઉત્તમ પ્રકારની સેવા પ્રદાન કરવાની પ્રેરણા આપે છે.’

mumbai airport chhatrapati shivaji international airport mumbai mumbai news adani group