૫૦ની પરમિશન ને ૨૦૦ ગૅસ્ટ હાજર

23 February, 2021 07:58 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

૫૦ની પરમિશન ને ૨૦૦ ગૅસ્ટ હાજર

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરના છેડાનગર જિમખાનામાં આયોજિત કરાયેલા એક લગ્નમાં જ્યાં માત્ર ૫૦ જ જણને લઈ જવાનો નિયમ છે ત્યાં ૨૦૦ જેટલા મહેમાનો હતા. એટલું જ નહીં, એમાંના ઘણાએ માસ્ક પણ પહેર્યા નહોતા એથી પાલિકાએ તેમને તો દંડ કર્યો જ છે, પણ જિમખાનાના મૅનેજર અને વર-વધૂના પરિવાર સામે પોલીસ-ફરિયાદ કરી છે. 

મુંબઈ મહાનગરપાલિકાના ‘એમ વેસ્ટ’ વૉર્ડના મેડિકલ ઑફિસર ડૉ. ભૂપેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘લોકોને નિયમોની ખબર નથી એવું નથી, તેઓ જાણતા હોય છે. તેમને ખબર હોય છે એમ છતાં તેઓ નિયમોનો ભંગ કરે છે. માત્ર ૫૦ જ જણની પરવાનગી છે એમ છતાં ૨૦૦ કરતાં વધુ લોકો એ લગ્નમાં એકઠા થયા હતા. લોકો બિન્દાસ થઈ ગયા છે. માસ્ક પહેરવો જોઈએ એ કોને નથી ખબર? બધાને ખબર છે, પણ તેમને એવું લાગે છે કે અમે તો પરિવારવાળા જ છીએ, અમને કાંઈ નહીં થાય.’

શું આ બાબતે જિમખાના તરફથી કોઈ પરવાનગી લેવાઈ હતી? એમ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘જિમખાનાએ અમારી પાસેથી કોઈ પરવાનગી જ લીધી નથી. અમે આ બાબતે વર-વધૂના પરિવાર અને જિમખાનાના મૅનેજર સામે પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે એફઆઇઆર દાખલ કરી એ બાબતે તપાસ હાથ ધરી છે.’

coronavirus covid19 mumbai mumbai news chembur brihanmumbai municipal corporatio