મહારાષ્ટ્રઃ ચંદ્રપુરમાં ફૂડ પોઈઝનિંગને કારણે એકનું મોત, ૭૫થી વધુ બીમાર

14 April, 2024 07:40 PM IST  |  Chandrapur | Gujarati Mid-day Online Correspondent

Chandrapur: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના માજરી કોલીરી વિસ્તારમાં બની ફૂડ પોઈઝનિંગની ઘટના

પ્રતીકાત્મક તસવીર

આજે એક આરોગ્ય અધિકારીએ માહિતી આપી હતી કે, મહારાષ્ટ્ર (Maharashtra) ના ચંદ્રપુર (Chandrapur) જિલ્લાના માજરી કોલીરી (Majri Colliery) વિસ્તારમાં રવિવારે ફૂડ પોઈઝનિંગને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને ૭૫થી વધુ લોકો બીમાર પડ્યા હતા.

ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ચંદ્રપુરના માજરી કોલીરી વિસ્તારમાં આવેલા કાલી મંદિરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવની પૂર્વસંધ્યાએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમન દરમિયાન શનિવારે સાંજે ૪૦૦ થી વધુ લોકોએ પ્રસાદ લીધો હતો અને પ્રસાદ લીધા પછી આ ઘટના બની હતી.

મળતી માહિતી પ્રમાણે, કાલી મંદિરમાં ચૈત્ર નવરાત્રી મહોત્સવની પૂર્વસંધ્યાએ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ લેનારા લોકોમાંથી કેટલાક ઘરે પહોંચ્યા પછી અસ્વસ્થતા અનુભવવા લાગ્યા અને તેમાંથી ૭૯ લોકો મધ્યરાત્રિએ વારોરા સિવિલ હૉસ્પિટલ (Warora Civil Hospital) માં પહોંચ્યા હતા. તેમાંથી છ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને ચંદ્રપુર જિલ્લા હૉસ્પિટલ (Chandrapur District Hospital) માં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગુરુફેમ યાદવ (Gurufem Yadav) નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

આરોગ્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, અન્ય દર્દીઓ સ્થિર છે અને સારવાર હેઠળ છે.

વારોરાથી ૨૨ કિમી દૂર માજરી કોલીરી ખાતે મહાપ્રસાદ ખાધા બાદ લગભગ ૧૨૫ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે છ વ્યક્તિઓની હાલત ગંભીર છે. તમને જણાવી દઈએ કે, છ પુરૂષો, ૩૦ મહિલાઓ અને ૨૪ બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું.

અહેવાલો જણાવે છે કે, નવરાત્રિ નિમિત્તે ગઈકાલે ૧૩ એપ્રિલ શનિવારના રોજ માજરી કોલીરીમાં કાલીમાતાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદનો લાભ લેવા માજરી કોલીરીના નાગરિકોએ ભાગ લીધો હતો. મહાપ્રસાદ લીધા બાદ કેટલાક લોકોને ઝાડા-ઉલ્ટી થવા લાગ્યા હતા. તેઓ તરત જ માજરી કોલીરીની વારોરા સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા. પરંતુ આ હૉસ્પિટલમાં બેડની સંખ્યા અપૂરતી હોવાથી તમામને વારોરા ખાતેની ઉપજિલા હોસ્પિટલમાં જવા સૂચના આપવામાં આવી હતી.

કેટલાક દર્દીઓએ માહિતી આપતાં કહ્યું હતું કે, માજરી કોલોરીમાં વિકોલીની હોસ્પિટલમાં પણ સલાઈનનો સ્ટોક અપૂરતો હોવાથી તેમને ઉપજિલ્લા હૉસ્પિટલમાં જવા સૂચના આપવામાં આવી હતી. ફૂ઼પ પોઈઝનિંગ થયેલા શ્રદ્ધાળુઓ પોતાના ખર્ચે સવારે ૧.૩૦ વાગ્યાની આસપાસ વરોરાની ઉપજિલા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. માજરીના વેકોલી પ્રશાસને આ દર્દીઓને વરોડાની ઉપાશ્રય હૉસ્પિટલમાં લઈ જવાની કોઈ વ્યવસ્થા કરી નથી તે વિશેષ છે. આ તમામને તબીબી અધિક્ષક ડૉ. પ્રફુલ્લ ખુજેના માર્ગદર્શન હેઠળ તાકીદે સારવાર આપવામાં આવી હતી.

જણાવી દઈએ કે, માજરી કોલીરીમાં ૧૦ લોકોને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૨૫થી ૩૦ લોકોને વેકોલીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાક ચંદ્રપુર અને વાનીમાં ગયા છે.

chandrapur maharashtra news maharashtra mumbai mumbai news