03 February, 2023 06:21 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવેને (Central Railway) આવતા મહિનાની શરૂઆતમાં દીઘા (Digha Station)માં એક નવું સ્ટેશન મળવાની શક્યતા છે. થાણે-પનવેલ (Thane Panvel Trans Harber) ટ્રાન્સ હાર્બર લાઈનમાં બનતા આ સ્ટેશન પર મુંબઈ રેલ વિકાસ નિગમ (MRVC)એ 200 કરોડની લાગતમાં કામ પૂરું કરી લીધું છે.
આ સ્ટેશન 476 કરોડના ઐરોલી-કલવા એલિવેટેડ કૉરિડોર (Airoli-Kalwa Elevated Corridor)નો ભાગ છે જે કલ્યાણથી (Kalyan) નવી મુંબઈ (Navi Mumbai) સુધીના પ્રવાસને હજી વધારે સરળ બનાવશે. જોકે જગ્યાને મામલે કેટલીક સમસ્યાઓ આવી રહી છે.
એમઆરવીસીના અધિકારીઓ પ્રમાણે સ્ટેશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને હવે સામાન્ય ફિનિશિંગનું કામ બાકી છે. સંજોગાનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) 10 ફેબ્રુઆરીએ સંભવતઃ મુંબઈ આવવાની શક્યતા છે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશને જવાની આશા પણ છે. 2018માં મધ્ય રેલવે પર નેરૂલ-બેલાપુર-ઉરણ ચોથા કૉરિડોરનો ભાગ શરૂ કરવામાં આવ્યો હતો.
નવું સ્ટેશન ઐરોલી બાદ આવશે અને આ 8 કિલોમીટર લાંબા ઐરોલી-કલવા એલિવેટેડ રેલ કૉરિડોરના પહેલા ચરણ હેઠળ આવશે. ઐરોલી-કલવા લિન્ક પ્રૉજેક્ટ થકી લાખો પ્રવાસીઓને લાભ થશે અને કલ્યાણ-ડોમ્બિવલી અને નવી મુંબઈ વચ્ચે કનેક્ટિવિટી આપવામાં આવશે. દીઘા-ઐરોલી ભાગમાં કૉર્પોરેટ ઑફિસ અને કમર્શિયલ ઑફિસ વધારે છે.
આ પણ વાંચો : લોકલ ટ્રેનમાં ગેરવર્તન કરતાં બે મુસાફરોનો વીડિયો વાયરલ: મુંબઈ પોલીસ આવી એક્શનમાં
થાણે સ્ટેશન પર પહેલાથી ઉપનગરીય અને પેસેન્જર ટ્રેન બન્નેનું આવાગમન છે. આ દરરોજ સાડા ત્રણથી 4 લાખ પ્રવાસીઓને અહીંથી આવે જાય છે. આ પ્રૉજેક્ટ દીધા સ્ટેશનના પરિસરની અંદર રહેનારા લોકો માટે પણ એક વરદાન સાબિત થશે, જે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે થાણે અથવા ઐરોલીનો પ્રવાસ કરે છે. એકવાર ઐરોલી-કલવા એલિવેટેડ કૉરિડોર ચાલુ થયા બાદ, પ્રવાસી સીધા મુંબઈનો પ્રવાસ કરવામાં સક્ષમ રહેશે.