22 December, 2022 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રવાસ દરમ્યાન મહિલાઓ પોતાનાં બાળકોને સ્વચ્છ અને સુરિક્ષત વાતાવરણમાં સ્તનપાન કરાવી શકે એ માટે મધ્ય રેલવે સીએસએમટી, દાદર, થાણે અને કલ્યાણ સહિત મુંબઈ ડિવિઝનનાં સાત મહત્ત્વનાં સ્ટેશનો પર ૧૩ અદ્યતન નર્સિંગ-પૉડ્સ બનાવશે.
આ નર્સિંગ-પૉડ્સ ભારતીય રેલવેની નૉન-ફેર રેવન્યુ પૉલિસી હેઠળ સ્થાપિત કરાશે તથા મુસાફરો માટે આ સેવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. આ યોજના હેઠળ સીએસએમટી ખાતે એક, દાદર અને લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે ત્રણ, થાણે અને લોનાવલા ખાતે બે તથા કલ્યાણ અને પનવેલ ખાતે એક-એક નર્સિંગ-પૉડ્સ સ્થાપિત કરાશે એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રત્યેક પૉડમાં આરામદાયક કુશનવાળી બેસવાની વ્યવસ્થા, ડાઇપર બદલવા માટેનું સ્થળ, પંખો, લાઇટ, ડાઇપરના નિકાલ માટે ડસ્ટબિનની વ્યવસ્થા હશે એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
પૉડની બાજુઓમાં સંપૂર્ણ કૉન્ટ્રૅક્ટ અવધિ માટે લાઇસન્સધારકની જાહેરાતો હશે જેને દેખીતી રીતે આકર્ષક બનાવવામાં આવશે.