સેન્ટ્રલ રેલવે એનાં પાંચ ડિવિઝનમાંનાં બધાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરશે

15 May, 2024 08:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૯૯ જગ્યાએ કુલ ૧૩૮ હોર્ડિંગ્સ ઊભાં કરવામાં આવ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના બાદ સેન્ટ્રલ રેલવેએ હવે એનાં પાંચ ડિવિઝનમાં આવેલાં હોર્ડિંગ્સનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક ​રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ કહ્યું હતું કે તેમના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટને આ હોર્ડિંગ્સનું બાંધકામ મજબૂત છે કે નહીં એનું ઑડિટ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સેન્ટ્રલ રેલવેના જનરલ મૅનેજર રામ કરણ યાદવે આપેલી સૂચનાઓ પ્રમાણે ડીટેલ સ્ટ્રક્ચરલ ઑ​ડિટ વહેલી તકે આટોપીને એનો રિપોર્ટ આપવા જણાવાયું છે.  રેલવે પરિસરમાં આવેલાં હોર્ડિંગ્સનું સુધરાઈ દ્વારા સમયાંતરે ઑડિટ કરવામાં આવતું હોય છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં ૯૯ જગ્યાએ કુલ ૧૩૮ હોર્ડિંગ્સ ઊભાં કરવામાં આવ્યાં છે. એમાં સૌથી મોટી સાઇઝ ૧૦૦x૪૦ ફીટની છે. હોર્ડિંગનો સમયગાળો કૉન્ટ્રૅક્ટ પ્રમાણે નક્કી થતો હોય છે. લાંબામાં લાંબો સમયગાળો સાત વર્ષનો છે.

mumbai news central railway ghatkopar