આ દિવસોએ સેન્ટ્રલ રેલવે લેશે વિશેષ બ્લોક: લોકલ સહિત એક્સપ્રેસ ટ્રેનોને પણ થશે અસર, જાણો વિગતો

16 May, 2024 09:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ બ્લોક 17 અને 18 મેની મધ્યરાત્રિથી 19 અને 20 મે સુધી હાથ ધરવામાં આવશે. બ્લોક (Central Railway Special Blocks) રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી (6 કલાક)નો રહેશે

પ્રતીકાત્મક તસવીર

સીએસએમટી ખાતે 24 કોચવાળી ટ્રેનોને સમાવવા માટે પ્લેટફોર્મ 10 અને 11ના વિસ્તરણના સંબંધમાં પૂર્વ નોન-ઇન્ટરલોકિંગ (NI) માટેના ખાસ બ્લોક્સના કામ માટે સેન્ટ્રલ રેલવે વિશેષ બ્લોક (Central Railway Special Blocks) લેવા જઈ રહ્યું છે. આ વિશેષ બ્લોક 17-18 મે અને 1-2 જૂન 2024 દરમિયાન મધ્ય રાત્રે લેવામાં આવશે. સેન્ટ્રલ રેલવેનું મુંબઈ ડિવિઝન સીએસએમટી ખાતે 24 કોચવાળી ટ્રેનો (Central Railway special blocks)ને સમાવવા માટે પ્લેટફોર્મ 10 અને 11ના વિસ્તરણના સંબંધમાં પૂર્વ નોન-ઇન્ટરલોકિંગ (NI) કામ માટે આ બ્લોક લેશે.

આ બ્લોક 17 અને 18 મેની મધ્યરાત્રિથી 19 અને 20 મે સુધી હાથ ધરવામાં આવશે. બ્લોક (Central Railway Special Blocks) રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી (6 કલાક)નો રહેશે. આ બ્લોક  અપ સ્લો લાઇન, ભાયખલા (ભાયખલા સિવાય)થી સીએસએમટી (સીએસએમટી પ્લેટફોર્મ 10થી પ્લેટફોર્મ-18, સીએસએમટી યાર્ડ, ટ્રીપ શેડ, 7મી લાઇન અને સીએસએમટી શન્ટિંગ નેક સહિત) વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર લેવામાં આવશે. રેલવેના આ વિશેષ બ્લોકને કારણે ઘણી લાંબા અંતરની ટ્રેનો અને લોકલ ટ્રેન પર અસર થશે.

17 અને 18 મેથી 19 મે સુધી આ લોકલ ટ્રેનો થશે પ્રભાવિત

17 અને 18 મેથી 19 મે સુધી આ મેલ/એક્સ્પ ટ્રેનો થશે પ્રભાવિત

નીચેની ટ્રેનોને દાદર સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે

નીચેની ટ્રેનોને પનવેલ સ્ટેશન સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે

નીચેની ટ્રેનો દાદર સ્ટેશનથી ઉપડશે

નીચેની ટ્રેન પનવેલ સ્ટેશનથી ઉપડશે

સેન્ટ્રલ રેલવેએ પ્રેસ રિલિઝમાં જણાવ્યું છે કે, “આ બ્લોક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવણી અને સલામતી માટે જરૂરી છે.”

central railway chhatrapati shivaji terminus mumbai mumbai news