મધ્ય રેલવેએ ૭ મહિનામાં ૮૬૧ બાળકોનું તેમનાં માતા-પિતા સાથે પુનર્મિલન કરાવ્યું

12 November, 2024 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેની પોલીસ ‘ઑપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ બાળકોને તેમનાં માતા-પિતા સાથે મિલન કરાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

મધ્ય રેલવેની રેલવે પ્રોટેક્શન ફોર્સને છેલ્લા સાત મહિનામાં ‘ઑપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ ગુમ થયેલાં ૮૬૧ બાળકોને સુરક્ષિત રીતે તેમનાં મા તા-પિતા સાથે પુનર્મિલન કરાવવામાં સફળતા મળી છે.

એક રેલવે અધિકારીએ આપેલી માહિતી મુજબ સ્વાસ્થ્ય કે માતા-પિતા દ્વારા અભ્યાસ માટે આપવામાં આવેલા ઠપકા કે અન્ય કોઈ કારણસર ઘરેલુ ઝઘડા અથવા તો મુંબઈના ગ્લૅમરને લીધે સારા જીવનની શોધ માટે ઘરેથી ભાગી નીકળેલાં બાળકો રેલવે-સ્ટેશનો પર એકલાં પડીને ગુજરાન ચલાવતાં હોય છે. સેન્ટ્રલ રેલવેની પોલીસ ‘ઑપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ આવાં બાળકોનો પ્રેમ જીતી તેમને તેમના ઘરે પાછા જવા માટે સમજાવીને તેમનાં માતા-પિતા સાથે મિલન કરાવી રહી છે. આ પોલીસ-અધિકારીઓએ એપ્રિલ અને ઑક્ટોબરની વચ્ચે ૫૮૯ છોકરાઓ અને ૨૭૨ છોકરીઓનું તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવીને તેમનાં માતા-પિતાના આશીર્વાદ મેળવ્યા છે.

railway protection force mumbai police central railway mumbai local train mumbai mumbai news