10 August, 2023 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવું અમરાવતી સ્ટેશન પિન્ક સ્ટેશન બન્યું છે
સેન્ટ્રલ રેલવે મહિલા કર્મચારીઓને સમાન તક પૂરી પાડવાની બાબતમાં હંમેશાં મોખરે રહી છે. ભારતીય રેલવે પર સંપૂર્ણ મહિલા પ્રબંધિત સ્ટેશન સ્થાપિત કરનાર પહેલો ઝોન હોવાનું ગૌરવ પણ એ ધરાવે છે. મુંબઈ ડિવિઝન પર માટુંગા સ્ટેશન અને નાગપુર ડિવિઝન પર અજની સ્ટેશન પણ ઑલ વુમન મૅનેજ્ડ સ્ટેશન છે. સેન્ટ્રલ રેલવેએ મહિલા સશક્તીકરણમાં વધુ એક પગલું હાથ ધર્યું છે અને ભુસાવળ ડિવિઝનમાં તમામ મહિલા સંચાલિત સ્ટેશન તરીકે નવા અમરાવતી સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહી છે.
આ સ્ટેશનનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ કરે છે
નવું અમરાવતી સ્ટેશન ભુસાવળ ડિવિઝનનું પ્રથમ પિન્ક સ્ટેશન છે અને સેન્ટ્રલ રેલવેનું ત્રીજું સ્ટેશન છે જેનું સંપૂર્ણ સંચાલન મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. એમાં ૧૨ મહિલા કર્મચારીઓનો સ્ટાફ છે, જેમાં ચાર ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ, ચાર પૉઇન્ટ્સવુમન, ત્રણ રેલવે પ્રોટેક્શન કર્મચારી અને એક સ્ટેશન ટિકિટ બુકિંગ એજન્ટ છે. આ સ્ટેશનથી પર રોજ અંદાજે ૩૮૦ પ્રવાસીઓ અવરજવર કરે છે અને રોજ ૧૦ ટ્રેન ચાલે છે / પસાર થાય છે. ભુસાવળ વિભાગે જુલાઈ ૨૦૨૨માં ૧૨૦.૪૨ કરોડ રૂપિયાની સરખામણીમાં જુલાઈ ૨૦૨૩ માટે ૧૩૪.૪૨ કરોડ રૂપિયાની કુલ કમાણી નોંધાવી છે, જે ૧૧.૬૩ ટકાનો વધારો દર્શાવે છે. આમાં જુલાઈ ૨૦૨૨માં ૭૪.૪૬ કરોડ રૂપિયાની પૅસેન્જર કમાણીનો સમાવેશ થાય છે. ભુસાવળ વિભાગે જુલાઈ ૨૦૨૩માં ક્રાઇમ-રેટ ઘટાડવામાં સારો દેખાવ કર્યો છે.