૨૪ કલાકમાં ૨,૪૫,૮૦,૪૪૦ રૂપિયા

31 October, 2024 09:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ, નાશિક અને શહાપુરમાંથી નાકાબંધી દરમ્યાન આટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે રાજ્યભરમાં રોકડ રકમની હેરફેર કરનારાઓ પર ઇલેક્શન કમિશનની ફ્લાઇંગ સ્ક્વૉડ અને પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મંગળવારની રાતથી લઈને ગઈ કાલ સાંજ સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં શહાપુર તાલુકાના મુંબઈ-નાશિક હાઇવેના કસારા ઘાટ પર એક કારમાંથી બે કરોડ રૂપિયા મળી આવ્યા હતા. નાશિકના સાતપુર પરિસરમાં નાકાબંધીમાં ૨૦,૫૦,૦૦૦ રૂપિયા અને અહીંની એક ઝૂંપડપટ્ટીમાંથી ૧૧,૦૦,૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા. આવી જ રીતે મુંબઈના દિંડોશી વિસ્તારમાં નાકાબંધી દરમ્યાન ૭,૮૦,૪૪૦ રૂપિયા અને બીજી એક વ્યક્તિ પાસેથી ૬,૫૦,૦૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા. 

mumbai news mumbai Crime News mumbai crime news maharashtra assembly election 2024 assembly elections