09 May, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે એ કૅશ અને વૅન બન્ને પોતાના તાબામાં લીધાં છે
એક બાજુ ચૂંટણીની આચારસંહિતા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ પવઈ પોલીસે નાકાબંધી દરમ્યાન ૪.૭ કરોડની કૅશ ધરાવતી વૅન જપ્ત કરી છે.
પવઈ પોલીસે સોમવારે રાતે અેની ગાર્ડન બીટ ચોકી પાસે નાકાબંધી ગોઠવી હતી. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલી એક કૅશ વૅનને રોકીને તપાસ કરવામાં આવતાં એમાંથી ૪.૭ કરોડની રોકડ મળી આવી હતી. પવઈ પોલીસે આની માહિતી ઇલેક્શન ઑફિસર અને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને આપી હતી. ઇલેક્શન ઑફિસરે એ કૅશનો બારકોડ સ્કૅન કરતાં એ મિસમૅચ થયો હતો. એથી હવે ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે એ કૅશ અને વૅન બન્ને પોતાના તાબામાં લીધાં છે અને એ કૅશ કોની હતી અને ક્યાં પહોંચાડવાની હતી એ બાબતે વધુ તપાસ ચાલુ કરી છે. એ ઉપરાંત કુર્લા વેસ્ટમાંથી વીનોબા ભાવે નગર પોલીસે મંદગળવારે રાતે નાકાબંધી દરમ્યાન એક અન્ય કેશ વેન પકડી હતી જેમાંથી ૧.૭૫ કરોડની કેશ મળી આવી હતી. પોલીસે કેશ અને વેન જપ્ત કરી બે વ્યક્તિને તાબામાં લઇ પૂછપરછ શરુ કરી હતી.
આ પહેલાં સાયનમાંથી ૧.૮૭ કરોડ, ઘાટકોપરમાંથી ૭૨ લાખ અને ભાંડુપમાંથી ૩.૯૩ કરોડની રકમ આ વખતે પકડાઈ છે.