સિદ્ધિવિનાયક મંદિર નજીક રસ્તા પર પડેલા ખાડામાં કાર પડ્યા બાદ લોકોમાં ભયનો માહોલ

13 September, 2024 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Car gets Trapped in Big Pothole near Siddhivinayak Temple: પ્રભાદેવીના આ વિસ્તારમાં ગણેશોત્સવ દરમિયાન લોકોની ભારે ભીડ મંદિર પરિસરની આસપાસ જોવા મળે છે.

સિદ્ધિવિનાયક મંદિર નજીક રસ્તા પર પડેલા ખાડામાં કાર પડી (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈમાં રસ્તાઓની હાલત કેટલી ખરાબ છે તેનાથી સૌકોઈ વાકેફ છે. હાલમાં લોકોના ભયને વધારવા જેવી જ એક ઘટના મુંબઈના પ્રભાદેવીમાં (Car gets Trapped in Big Pothole near Siddhivinayak Temple) બની છે. ગઈકાલે ગુરુવારે 13 સપ્ટેમ્બરની સવારે દાદર નજીક આવેલા પ્રભાદેવીમાં એક રોડ પર અચાનકથી મોટો ખાડો પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટના પ્રભાદેવી સિગ્નલ પાસે રોડની વચ્ચે બની હતી જેમાં ખાડામાં એક કારનું પણ ફસાઈ ગઈ હતી. પ્રભાદેવીના આ વિસ્તારમાં મુંબઈનું પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે જ્યાં ગણેશોત્સવ દરમિયાન લોકોની ભારે ભીડ મંદિર પરિસરની આસપાસ જોવા મળે છે.

પ્રભાદેવી સિગ્નલ પાસે રોડ પર પડેલા ખાડામાં ફસાઈ ગયેલી કારની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ ઘટનાનો વીડિયો એકદમ ટૂંક સમયમાં સોશિયલ મીડિયા (Car gets Trapped in Big Pothole near Siddhivinayak Temple) પર વાયરલ થયો હતો. આ દુર્ઘટના અંગે બીએમસી દ્વારા હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને કારને ખાડાની બહાર કાઢી હતી. દરમિયાન, મુંબઈ ટ્રાફિક પોલીસે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કર્યું કે મોટા ખાડાઓને કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ પ્રભાદેવીમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો.

આ ઘટના સાથે 23 ઑગસ્ટની મધ્યરાત્રિએ અંધેરી પૂર્વમાં P&T કોલોનીના રહેવાસીઓએ જોયું કે રસ્તા પર એક મોટો ખાડો દેખાયો હતો તે બાદ પુષ્ટિ કરવામાં આવતા સામે આવ્યું કે સહાર રોડ પર ચાલી રહેલી મેટ્રો લાઇન 7A (Car gets Trapped in Big Pothole near Siddhivinayak Temple) ટનલિંગ દરમિયાન રસ્તાનો અમુક ભાગ તૂટી ગયો હતો. વિસ્તારની રહેણાંક ઇમારતોની બહાર આ ખાડો કામકાજને લીધે વધુ મોટો થઈ રહ્યો જેને લીધે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ખાડાએ લીધે નજીકની ઇમારતો માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. અધિકારીઓ દ્વારા નિવારક પગલાં તરીકે કુલ નવ પરિવારોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી કહેવાતા મુંબઈ શહેરમાં રસ્તાઓ પર પડેલા મોટા મોટા ખાડાની સમસ્યાથીતો દરેક મુંબઈગરાઓ હેરાન પરેશાન છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા દર વર્ષે હજારો કરોડ રૂપિયા ખર્ચીને રસ્તાઓ પરના ખાડાને ભરવાનું કામ (Car gets Trapped in Big Pothole near Siddhivinayak Temple) હાથ ધરવામાં આવે છે તેમ છતાં પરિસ્થિતી જ્યાંને ત્યાં જ. ખાડાને લીધે શહેરમાં અનેક અકસ્માતને કારણે લોકોના જીવ ગયા છે જેને લઈને બોમ્બે હાઈ કોર્ટે બીએમસીને આ અંગે કોઈ ચોક્કસ ઉકેલ લાવવાનો માર્ગ શોધવા કહ્યું છે, જો કે અદાલતના આદેશ બાદ પણ બીએમસી હજી જાગી નહીં. રસ્તાઓ પરના ખાડાઓને ભરવાની વાત તો દૂર પણ એકદમ નવા બનેલા રસ્તાઓની હાલત પણ એકદમ ખરાબ થઈ ગઈ છે. જેને લઈને હવે આ મામલે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

prabhadevi siddhivinayak temple mumbai potholes mumbai news