રે રોડનો કેબલ-સ્ટેય્ડ બ્રિજ માર્ચ સુધીમાં જનતા માટે ખુલ્લો મુકાશે

14 August, 2023 10:45 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

આર્કિટેક્ચરલ માસ્ટરપીસ તરીકે કલ્પના કરાયેલા આ બ્રિજને એલઈડી લાઇટિંગથી શણગારવામાં આવશે : ૧૪૫ કરોડ રૂપિયાના એસ્ટિમેટેડ ખર્ચ સાથે બની રહેલા આ પુલની લેંગ્થ ૩૮૫ મીટર છે અને ૬ લેન હશે

૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ બ્રિજનું બાંધકામ શરૂ થયું હતું

જૂનો રે રોડ બ્રિજ તોડી પડાયો છે અને ત્યાં હવે હાર્બર લાઇન પર કેબલ-સ્ટેય્ડ બ્રિજ બની રહ્યો છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પ્રગતિના પંથે છે. ૧૮ મહિનામાં ૪૫ ટકા કામ પૂરું થઈ ચૂક્યું છે. અન્ય કોઈ અડચણ નહીં આવે તો ૨૦૨૪ના માર્ચ સુધીમાં જાહેર જનતા માટે આ પુલ ખુલ્લો મુકાવાની અપેક્ષા છે.

મુંબઈના જર્જરિત બ્રિટિશકાળના રોડ ઓવરબ્રિજનું પુનઃનિર્માણ કરવાનું કામ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમઆરઆઇડીસી)ને મહાનગરપાલિકા દ્વારા સોંપવામાં આવ્યું હતું. એમઆરઆઇડીસીએ વ્યૂહાત્મક રીતે હાલના બ્રિજને અડીને નવો કેબલ-સ્ટેય્ડ બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. ત્યાર બાદ જૂનાં બાંધકામોને કાળજીપૂર્વક તોડી પાડવામાં આવશે. એમઆરઆઇડીસીના એક સિનિયર ઑફિસરે કહ્યું હતું કે ‘અમારો ઉદ્દેશ માત્ર માળખાકીય સુવિધા વધારવાનો જ નથી, પણ એને શહેરના પ્રવાહ સાથે એકીકૃત કરવાનો પણ છે. આ કેબલ-સ્ટેય્ડ ઓવરબ્રિજ રે રોડ, ભાયખલા અને દાદર તિલક બ્રિજ પર સારી રીતે ચાલી રહ્યો છે. બે વર્ષની અંદર એ બનવાની અપેક્ષા છે.’

આ બ્રિજ માત્ર બૅરિસ્ટર નાથ પાઈ રોડ અન્ડરપાસની નીચે ટ્રાફિકને સરળ બનાવશે; એટલું જ નહીં, એ ઇન્ડિયન રોડ કૉન્ગ્રેસનાં ધોરણોનું પાલન કરીને ઈસ્ટર્ન ફ્રીવેની નીચેથી પસાર થતાં વાહનો માટે પૂરતી ક્લિયરન્સની પણ ખાતરી કરશે. આ મૉડર્ન કેબલ-સ્ટેય્ડ અજાયબીનો ઉમેરો શહેરની ટાઇમલેસ હેરિટેજ સાથે એકરૂપ થઈને ભળી જશે. આર્કિટેક્ચરલ માસ્ટરપીસ તરીકે કલ્પના કરાયેલા આ બ્રિજને એલઈડી લાઇટિંગથી શણગારવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ૧૧૦ ઝૂંપડપટ્ટીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એક ટિકિટ કાઉન્ટર સ્ટ્રક્ચર, ૨૦ હટમેન્ટ્સ અને ૧૫ શેડનું શિફ્ટિંગ હવે થશે. ૧૪૫ કરોડ રૂપિયાના એસ્ટિમેટેડ ખર્ચ સાથે બની રહેલા આ પુલની લેંગ્થ૩૮૫ મીટર છે અને ૬ લેન હશે. 

harbour line mumbai mumbai news rajendra aklekar