લાંબા સમયથી રાહ જોવાતા મઢ-વર્સોવા બ્રિજને લીલી ઝંડી

12 February, 2024 09:10 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસી તરફથી સેન્ટરના અન્ય બે બ્રિજને પણ સીઆરઝેડ ક્લિયરન્સ

આ રહ્યો નક્શો

દરખાસ્ત મુજબના વર્સોવા કેબલ-સ્ટેય્ડ બ્રિજને મિનિસ્ટરી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ તરફથી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ક્લિયરન્સ મળી ગયું છે. એના જેવું જ માળખું ધરાવતા માર્વે રોડના ધારીવાલી ​ગામ અને ગોરેગામ ક્રીકને પણ સીઆરઝેડ ક્લિયરન્સ મળ્યું છે. આને અસ્તિત્વમાં આવતાં ઘણો લાંબો સમય લાગ્યો છે, કારણ કે બીએમસીને બૉમ્બે હાઈ કોર્ટ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ટેન્ડર વહેતાં કરતાં પહેલાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી)ની જરૂર હતી. ઘણાં વર્ષથી મઢ અને વર્સોવા વચ્ચેનો બ્રિજ પ્લાનિંગ સ્ટેજ પર હતો.

બીએમસીએ મુસાફરીના સમયમાં ઘટાડો કરવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ૨૦૨૧-’૨૨ના બજેટમાં વેસ્ટર્ન સબર્બનમાં ૬ બ્રિજના બાંધકામની દરખાસ્ત કરી હતી. આ બ્રિજમાં મઢ અને વર્સોવા વચ્ચેનો બ્રિજ મલાડ અને અંધેરીને જોડશે; માર્વે અને મનોરી વચ્ચેનો કનેક્ટર, મલાડ ક્રીક અને ઓશિવરા નદી પરનો બ્રિજ, મલાડ એવરશાઇનનગરસ્થિત રામચંદ્ર ખાડી પરનો બ્રિજ, મલાડમાં લગૂન રોડ અને ઇન્ફિનિટી મૉલ વચ્ચેનો કનેક્ટર; ઉપરાંત રામચંદ્ર ખાડી-૧ને ૨૦૨૨માં પાસ કરવામાં આવ્યો અને લગૂન રોડ બ્રિજ માટે ટેન્ડર મગાવવામાં આવ્યાં હતાં. 

બીએમસીના અધિકારીઓ જણાવે છે કે સીઆરઝેડ ક્લિયરન્સ એ આગળ વધવાનું મોટું પગલું છે, પણ અમને ટેન્ડર બહાર પાડવા પહેલાં હાઈ કોર્ટ અને ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસીની જરૂર હતી. સીઆરઝેડ ક્લિયરન્સ પછી બીએમસીને મૅન્ગ્રોવ્ઝ કાપવા માટે બૉમ્બે હાઈ કોર્ટની મંજૂરી અને પુન: વૃક્ષારોપણ માટે પાંચ ગણું વળતર તેમ જ ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ક્લિયરન્સની જરૂર છે.

હાલ વર્સોવા અને મઢ આઇલૅન્ડ વચ્ચેનું અંતર ૨૦ કિલોમીટર છે અને ફેરી અથ‍વા કાંદિવલી લિન્ક રોડથી જઈ શકાય છે. અધિકારીઓ મુજબ મઢથી વર્સોવાના ૧.૫ કિલોમીટરના બ્રિજથી મુસાફરીના સમયમાં ૧૫થી ૪૫ મિનિટનો ઘટાડો થશે. ભગત સિંહ નગર પાછળનો દરખાસ્ત બ્રિજ પણ ગોરેગામ ​ક્રીક પરનો ​કેબલ-સ્ટેય્ડ ડિઝાઇનવાળો હશે. દરખાસ્ત મુજબની આ તમામ બ્રિજની સાઇટ સીઆરઝેડ એરિયાની અંદર હતી. કેટલાક સ્થળે મૅન્ગ્રોવ્ઝ અને ફૉરેસ્ટ પૅચિસને અસર થશે. આ તમામ પરિબળોને ધ્યાને લેતાં બીએમસીએ માર્ચ ૨૦૨૧માં એનવાયર્નમેન્ટ ઇમ્પૅક્ટ સ્ટડી કરવા કન્સલ્ટન્ટને ફાઇનલાઇઝ્ડ કર્યા હતા, જેથી મિનિસ્ટરી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ, ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને બૉમ્બે હાઈ કોર્ટ પાસેથી એન્વાયર્નમેન્ટ રિલેટેડ ક્લિયરન્સ મેળવી શકાય. 

versova madh island brihanmumbai municipal corporation mumbai mumbai news prajakta kasale