02 June, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાણીબાગ
ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે બૉટનિકલ ગાર્ડન અને ઝૂ જે સામાન્યપણે રાણીબાગ તરીકે ઓળખાય છે એણે પણ માર્ચથી ગરમીના પ્રકોપનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન વર્ષે મુલાકાતીઓ ઘટવા સાથોસાથ એની આવકમાં પણ ઘટાડો થયો છે. ૨૦૨૪માં જાન્યુઆરીથી મેના પ્રથમ પાંચ મહિના દરમ્યાન મુલાકાતીઓની સંખ્યા ઘટીને ૧૧.૬ લાખ થઈ હતી કે જે ગયા વર્ષે સમાન ગાળામાં ૧૫.૩ લાખ હતી. આથી આ સમયગાળામાં ઝૂની આવક ઘટીને ૪.૬ કરોડ રૂપિયા થઈ હતી જે ૨૦૨૩ના પ્રથમ પાંચ મહિનામાં છ કરોડ રૂપિયા હતી.