Byculla Bridge Reopen: આનંદો! હવે આ મહિને તૈયાર થઈ જશે ભાયખલા બ્રિજ, ટ્રાફિકની સમસ્યાથી મળશે છૂટકારો

02 April, 2024 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Byculla Bridge Reopen: અત્યારે બેસ્ટની બસો ડાયવર્ટ કરવામાં આવી રહી છે. બેસ્ટ પાસેથી મળેલી માહિતી મુજબ ડાઉન સાઈડ પર વાહનોની અવરજવર પૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

ભાયખલા બ્રિજની ફાઇલ તસવીર

ભાયખલા બ્રિજને લઈને ફરી એકવાર સમાચાર (Byculla Bridge Reopen) સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર હવે આ બ્રિજ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જવાનો છે. આ બ્રિજ વહેલી તકે પૂરો થઈ જાય તે માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણકે જો તે ખૂલી જશે તો દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને રાહત મળી જશે. 

અત્યારે ડાઉન સાઈડ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી છે

તમને જણાવી દઈએ કે ભયખલા બ્રિજને જોડવાનું કામ શરૂ થઈ ગયું છે અને તે પુરજોશમાં પૂરું કરવાનું પણ ચાલી રહ્યું છે. આ જ કામને લઈને અત્યારે બેસ્ટની બસો ડાયવર્ટ કરવામાં આવી રહી છે. બેસ્ટ પાસેથી મળેલી માહિતી મુજબ ડાઉન સાઈડ પર વાહનોની અવરજવર પૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાયખલા બ્રિજનું પુનઃનિર્માણ કાર્ય (Byculla Bridge Reopen) વેગવંતુ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 45 ટકા કામ પૂર્ણ પણ થઈ જ ગયું છે. મહારેલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રે રોડ બ્રિજનું કામ ભાયખલા પહેલા પૂર્ણ થઈ (Byculla Bridge Reopen) જશે. જ્યારે દાદર બ્રિજ બે તબક્કામાં બનાવવામાં આવશે. નવા બ્રિજનું કામ પ્રથમ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આનાથી હાલના જૂના બ્રિજ પર ટ્રાફિકને અસર થશે નહીં.

આ બ્રિજને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર 2024 સુધીમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. બીજા તબક્કામાં કેબલ બ્રિજના બીજા છેડાનું કામ શરૂ કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે તમામ બ્રિજની વચ્ચે ઘાટકોપર આરઓબીનું કામ મુશ્કેલીભર્યું જણાઈ રહ્યું છે. કારણકે હાઇ સ્પીડ રેલ અને મેટ્રો-4 રૂટ પણ અહીંથી પસાર થાય છે. આ બ્રિજનું કામ ગયા વર્ષે માર્ચમાં શરૂ થયું હતું અને અત્યાર સુધીમાં માત્ર લગભગ 12 ટકા જેટલું જ કામ પૂર્ણ તહી શક્યું છે.

ભાયખલા બ્રિજની ક્ષમતા પણ વધારવામાં આવનાર છે 

ભાયખલા બ્રિજનું નિર્માણ (Byculla Bridge Reopen) મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (મહારેલ) દ્વારા ચાલી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભાયખલા આરઓબીને માત્ર બ્રિજ બનાવવામાં આવશે. આ સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ બ્રિજ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ ભાયખલા અને રે રોડ બ્રિજ આવતા મહિનાઓમાં પૂર્ણ થઈ જવાનું છે. એવા પણ અહેવાલો દસામે આવી રહ્યા છે કે આ બ્રિજની ક્ષમતા પણ વધારવામાં આવનાર છે. જેમાં હવે 6 લેન હશે. આ નવો બ્રિજ એકવાર તૈયાર થઈ જાય પછી આ બ્રિજ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરીને હાલના જૂના પુલનું તોડકામ શરૂ કરી દેવામાં આવશે.

mumbai news mumbai byculla dadar south mumbai