22 March, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ડિરેક્ટરેટ ઑૅફ રેવન્યુ ઇન્ટેલિજન્સે બ્રાઝિલની મહિલાની ૧૧.૧ કરોડના લિક્વિડ કોકેન સાથે ધરપકડ કરી હતી. ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી હેઠળ સાઓ પાઉલોથી આવેલી આ મહિલાની ચકાસણી કરવામાં આવતાં તેના અન્ડર-ગાર્મેન્ટમાં તેણે ચોર ખિસ્સા બનાવી એમાં
છુપાવેલાં ૭ પાઉચ મળી આવ્યાં હતાં. એ પાઉચમાં લિક્વિડ કોકેન સંતાડેલું હતું. ઑફિસરોએ કોકેન જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.