Borivali-Thane Twin Tunnel : વધતાં પ્રદૂષણ વચ્ચે મુંબઈમાં કપાશે 122 વૃક્ષો?

23 October, 2023 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Borivali-Thane Twin Tunnel : આ પ્રોજેક્ટ માટે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના મુખ્ય વિસ્તાર અને ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી 122 વૃક્ષો કાપવામાં આવશે. થાણેથી બોરીવલી સુધીની સફર દોઢ કલાકને બદલે હવે 15થી 20 મિનિટમાં પૂરી કરી શકાશે.

સંજય ગાંધી નેશનલ પાર્કના વિસ્તારની ફાઇલ તસવીર

બોરીવલીથી થાણેને જોડતી ટ્વીન ટનલ (Borivali-Thane Twin Tunnel) બનાવવાનો પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ થશે. આ પ્રોજેક્ટને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના આ પ્રોજેક્ટ માટે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના મુખ્ય વિસ્તાર અને ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી 122 વૃક્ષો કાપવામાં આવશે.
 
સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ને મંજૂરી આપતા પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ આ પ્રોજેક્ટ (Borivali-Thane Twin Tunnel) માટેનો આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે. આ વિસ્તારીકરણ જરૂરી માનવામાં આવી રહ્યું છે કારણ કે આ પ્રોજેક્ટ માટે 27 જેટલા ખાડાઓની જરૂર પડશે. આ ખાડાઓ વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ડ્રિલ કરવામાં આવશે.
 
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મુંબઈ એક જ સમયે થઈ રહેલા અનેક બાંધકામના કારણે વાયુ પ્રદૂષણની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ જ કારણોસર પર્યાવરણવાદીઓ તરફથી વૃક્ષ કાપણીએ લઈને ટીકાઓ કરવામાં આવી રહી છે. 16 ઓક્ટોબર, સોમવારે વન મંત્રી સુધીર મુનગંટીવારની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મીટિંગને ગુપ્ત રાખવામાં આવી હતી.
 
મળતી માહિતી અનુસાર આ બેઠકના એજન્ડા મુજબ 122 વૃક્ષોમાંથી 68 વૃક્ષોનો ઘેરાવો 60 સેમીથી ઓછો છે અને બાકીના વૃક્ષ 60 સેમીથી વધુનો ઘેરાવો ધરાવે છે. સંરક્ષિત વિસ્તાર અને ESZમાં 15 જેટલા છ ઇંચના ખાડાઓમાટે ડ્રિલિંગ કરવાનું રહેશે. આ પ્રોજેક્ટની કિંમત 18,795.70 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. પ્રાપ્ત માહિતી અનુસાર MMRDAને આમાંથી 2% જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. જે રૂ. 379.54 કરોડ છે.
 
વાઇલ્ડલાઇફ બોર્ડે પણ આ સંદર્ભે જણાવ્યું હતું કે તેઓએ આ પ્રોજેક્ટ (Borivali-Thane Twin Tunnel) માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા સાથે સંયુક્ત રીતે અભ્યાસ કરવો પડશે. એક સત્તાવાર નિવેદનમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ટનલ બોરીવલીથી માનપાડા અને થાણેના ઘોડબંદર રોડ સુધી મોટરચાલકોને સીધી કનેક્ટિવિટી આપશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 અને 8 પર પણ પ્રવેશ મળી શકશે. 
 
થાણેથી બોરીવલી સુધીની સફર દોઢ કલાકને બદલે હવે 15થી 20 મિનિટમાં પૂરી કરી શકાશે. બોરીવલી-થાણે ટનલ રોડ પ્રોજેક્ટ (Borivali-Thane Twin Tunnel) જેને મુખ્યમંત્રી એકનાથ શિંદેનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવામાં આવે છે, તેનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. રાજ્યના આ સૌથી લાંબા ટ્વીન ટનલ રોડ માટે સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ તરફથી જરૂરી મંજૂરી મળી ગઈ છે.
 
11.84 કિમી થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટના નિર્માણ માટે પણ કંપનીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અહેવાલ છે કે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) બંનેને બે પેકેજમાં કરવામાં આવનાર બહુહેતુક પ્રોજેક્ટ માટે કામ આપવામાં આવશે. 16 હજાર 600 કરોડના આ પ્રોજેક્ટ હેઠળ બે પેકેજમાં બાંધકામ કરવામાં આવશે.
eknath shinde borivali thane sanjay gandhi national park mumbai metropolitan region development authority mumbai news mumbai