બોરીવલી-થાણે ટનલનું કામ એક ડગલું આગળ વધ્યું, જાણો ક્યારે શરૂ થશે

16 April, 2023 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે આ પ્રોજેક્ટને હાથમાં લેવા માટે તૈયાર છે, જે બે ઉપનગરો વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (Mumbai Metropolitan Region Development Authority) અનુસાર, 11.84 કિમી થાણે-બોરીવલી ટ્વીન ટનલ (Thane-Borivali Twin Tunnel) બનાવવા માટે બે કંપનીઓએ બિડ કરી છે.

લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) અને મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે આ પ્રોજેક્ટને હાથમાં લેવા માટે તૈયાર છે, જે બે ઉપનગરો વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ પ્રોજેક્ટમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ 2 x 10.8 કિમીની રોડ ટનલ અને બંને છેડે સંયુક્ત 1 કિમી રોડ ટનલનો સમાવેશ કરવામાં આવશે.

દરેક ટનલમાં કટોકટીના હેતુઓ માટે એકબીજા સાથે જોડાયેલી ટનલ સાથે ત્રણ લેન હશે, જે કુલ છ લેન બનાવશે. આ ટનલ 4 મેગા ટનલ બોરિંગ મશીન્સ (TBM)નો ઉપયોગ કરીને સપાટીથી 23 મીટરની મહત્તમ ઊંડાઈએ બનાવવામાં આવશે અને બોરીવલીમાં મગાથાણે સ્થિત એકતા નગર અને થાણેના માનપાડામાં ટીકુજીની-વાડીને જોડશે.

હાલમાં રોડ માર્ગે, માગથાણેથી ટીકુજીની-વાડી સુધીનું 24 કિમીનું અંતર કાપવામાં એક કલાકથી વધુ સમય લાગે છે. એકવાર આ ટનલ તૈયાર થઈ જશે, યયર બાદ મુસાફરીનો સમય ઘટીને લગભગ 15 મિનિટ કરી શકાશે. ટેક્નિકલ સબમિશનની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે આગામી થોડા દિવસો સુધી ચાલશે.

બોરીવલી વાયુ પ્રદૂષણમાં મોખરે

મુંબઈ (Mumbai)ની બાંધકામની તેજીને કારણે, સમગ્ર શહેરમાં 11,125 સક્રિય બાંધકામ સાઇટ્સ (Construction Sites) છે, જ્યાં ઇમારતો અથવા અન્ય કામો બાંધવામાં આવી રહ્યાં છે. મુંબઈમાં આર સેન્ટ્રલ વોર્ડ (બોરીવલી વેસ્ટ, ગોરાઈ)માં 942 બાંધકામ સાઈટ છે, ત્યારબાદ ઈસ્ટ વોર્ડ (અંધેરી-વિલે પાર્લે-જોગેશ્વરી ઈસ્ટ)માં 933 બાંધકામ સાઈટ અને કે વેસ્ટ વોર્ડ (અંધેરી-વિલે પાર્લે-જોગેશ્વરી વેસ્ટ)માં 815 બાંધકામ સાઇટ્સ છે.

આ પણ વાંચો: મુંબઈ મેટ્રોના આ ત્રણ સ્ટેશનોના બદલાશે નામ, MMRDAએ સ્વીકારી મુસાફરોની માગ

ઉલ્લેખનીય છે કે બોરીવલીમાં હાલ સૌથી વધુ બાંધકામ હેઠળની બિલ્ડિંગો છે, જેને કારણે તે પ્રદૂષણ (Mumbai Air Pollution) વધારનાર સૌથી મોટો વિસ્તાર છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના વોર્ડ લેવલ પર સમિતિની રચના કરી પ્રદૂષણ અટકાવવાની યોજના કેટલી કારગર સાબિત થાય છે તે જોવું રહ્યું.

mumbai mumbai news borivali thane mumbai metropolitan region development authority