03 April, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ-ગોવા માટે વંદે ભારત એક્સપ્રેસ
મુંબઈગરાઓ એપ્રિલ અને મે મહિનામાં બાળકોને વેકેશનની રજાઓ પડતાં બહારગામ ફરવા નીકળી જતા હોય છે, એમાં તેમનું એક ફેવરિટ ડેસ્ટિનેશન ગોવા પણ છે. મુંબઈ-ગોવા માટે વંદે ભારત એક્સપ્રેસનું બુકિંગ બે મહિના માટે ફુલ થઈ ગયું છે. એ ટ્રેન જે હાલ ૮ ડબ્બાની છે એને ૧૬ ડબ્બાની કરવા માગ ઊઠી છે.
ગોવા માટેની વંદે ભારત ૧૬ ડબ્બાની કરવાની માગ બાબતે સેન્ટ્રલ રેલવે શું પગલાં લઈ રહી છે એ જાણવા સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર (PRO) સ્વપ્નિલ નીલાનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડેને’ કહ્યું હતું કે ‘હા, અમને આ માટેની રિક્વેસ્ટ મળી છે અને અમે પણ એ બાબતે રેલવે બોર્ડને જણાવ્યું છે. અમે ૧૬ ડબ્બાની રેક આપવામાં આવે એવી ડિમાન્ડ મૂકી છે. જ્યારે અમને એ વધારાની રેક મળશે ત્યારે જ આ શક્ય બની શકશે.’