03 March, 2023 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે મુસ્લિમ મહિલા અને તેના પરિવારને પ્રી-અરેસ્ટ બેઇલ આપતાં કહ્યું હતું કે છોકરો અને છોકરી અલગ-અલગ ધર્મનાં હોય ફક્ત એ કારણોસર તેમના સંબંધને લવ જેહાદના સ્વરૂપ તરીકે ન ગણી શકાય.
જસ્ટિસ વિભા કંકણવાડી અને અભય વાઘવાસેની ડિવિઝન બેન્ચે ૨૬ ફેબ્રુઆરીએ આપેલા આદેશમાં આરોપીઓને આગોતરા જામીન આપ્યા હતા જેમને ઔરંગાબાદની સ્થાનિક અદાલતે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો.
મહિલાના ભૂતપૂર્વ પ્રેમીએ આરોપ લગાવ્યો હતો કે મહિલા અને તેના પરિવારે તેને ઇસ્લામ સ્વીકારવા અને સુન્નત કરાવવા દબાણ કર્યું હતું. પુરુષના વકીલે મહિલા અને તેના પરિવારના સભ્યોની ધરપકડ પૂર્વેની જામીનઅરજીઓનો વિરોધ કરતી વખતે એવી પણ દલીલ કરી હતી કે આ લવ જેહાદનો કેસ છે.
આ કેસમાં આરોપ મૂકનાર એક પુરુષ હતો.