31 March, 2023 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે ૨૦૧૨થી ૨૦૧૬ દરમ્યાન સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ટૅક્સની માગણીની સામે ઍક્ટ્રેસ અનુષ્કા શર્માએ કરેલી અરજીને ફગાવી દીધી હતી. હાઈ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વૅલ્યુ ઍડેડ ટૅક્સ ઍક્ટની જોગવાઈ સામે અપીલ કરવા માટે અનુષ્કા શર્મા પાસે અન્ય વિકલ્પો છે. તેણે સેલ્સ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૨-’૧૩, ૨૦૧૩-’૧૪, ૨૦૧૪-’૧૫ અને ૨૦૧૫-’૧૬નાં વર્ષ માટે કરેલી ટૅક્સની માગણીઓ સામે અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે અમે આવી અરજીને પ્રોત્સાહન શા માટે આપીએ, જ્યારે કાયદા મુજબ એને પડકારવા માટે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોય. આ ઍક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ અપીલ કરે તો તેણે આ વિભાગ દ્વારા વસૂલવામાં આવનારા ટૅક્સની રકમના ૧૦ ટકા જમા કરાવવાના રહેશે. સેલ્સ ટૅક્સના જણાવ્યા પ્રમાણે અનુષ્કા શર્મા અવૉર્ડ્સ ફંક્શન અથવા સ્ટેજ-શોમાં એના પ્રદર્શનના કૉપીરાઇટની પહેલી માલિક છે એટલે એમાંથી જ્યારે તેને આવક થાય તો તેણે સેલ્સ ટૅક્સ ચૂકવવો પડે.