15 February, 2023 09:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)
બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) છોકરીઓનો વસ્તુઓની જેમ ઉપયોગ કરવાને લઈને વાંધો ઊઠાવ્યો છે. હાઈકૉર્ટે કહ્યું કે 21મી સદીમાં પણ છોકરીઓને વસ્તુની જેમ વાપરવામાં આવી રહી છે અને તેમને લાભનું માધ્યમ બનાવવામાં આવે છે. બૉમ્બે હાઈકૉર્ટે આ ટિપ્પણી એક મહિલાને એક વર્ષની બાળકીને ખરીદવા મામલે જામીન આપતી વખતે કરી.
લાભ માટે બાળકીને વેચવા પર હાઈકૉર્ટે ઉઠાવ્યો વાંધો
જસ્ટિસ એસએમ મોદકની એકલ પીઠે આઠ ફેબ્રુઆરીના પોતાના આદેશમાં કહ્યું કે આ નૈતિકતા અને માનવ અધિકારોના સિદ્ધાંતની વિરુદ્ધ છે કે એક માએ નાણાંકીય લાભ માટે પોતાની એક વર્ષની બાળકી વેચી દીધી. જણાવવાનું કે આ મામલે બાળકીને ખરીદનારી મહિલા અશ્વિની બાબર (45)ને ગયા વર્ષે મહારાષ્ટ્રની સતારા પોલીસે ધરપકડ કરી હતી, જેને ન્યાયાલયે જામીન આપી.
હાઈકૉર્ટે આરોપી મહિલાને 25000ના દંડ પર જામીન આપ્યા. કૉર્ટે કહ્યું કે મહિલાને જેલમાં રાખવાની કોઈ જરૂર નથી. કૉર્ટે કહ્યું કે આરોપી મહિલાને પોતાને બે સગીર બાળકો છે, જેની દેખરેખની જરૂર છે.
લોન ન ચૂકવતા માએ દીકરીને વેચી
જણાવવાનું કે આરોપી મહિલાથી પીડિતે લોન લીધી હતી, જેનું એડવાન્સ ચૂકવવામાં મોડું થતાં તેણે એક વર્ષની બાળકીને અશ્વિની બાબરના હાથે વેચવી પડી. પછીથી, જ્યારે પીડિત મહિલાએ લોન ચૂકવી દીધી, તો આરોપી મહિલાએ બાળકી પાછી આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ, પીડિત મહિલાએ પોલીસમાં આની ફરિયાદ કરી, પછી બાળકીને પોતાની મા પાછી મળી ગઈ.
આ પણ વાંચો : જ્યારે ઈન્દિરા ગાંધીએ BBC પર મૂક્યો હતો બૅન, જાણો ત્યારે કેમ થઈ હતી કાર્યવાહી
કૉર્ટે બન્નેને લગાવી ફટકાર
કૉર્ટે કહ્યું કે `આ ખૂબ જ વાંધાજનક છે કે આજના સમયમાં પણ એક નાનકડી બાળકીને તેની પોતાની મા વેચી દે છે.` કૉર્ટે કહ્યું કે આ નૈતિકતા અને માનવ અધિકારોના સિદ્ધાંતની વિરુદ્ધ છે.