02 February, 2024 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ પોલીસની ફાઈલ તસવીર
મુંબઈમાં બૉમ્બની ધમકીભર્યા મેસેજ છેલ્લા ઘણાં સમયથી મુંબઈ પોલીસ તેમ જ શહેરના નામી લોકોને આપવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસ સતત ખડેપગે અલર્ટ મોડમાં આ બધી જ ધમકીઓ પર કામ કરે છે અને તપાસ શરૂ કરી દે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈ ટ્રાફિક પોલીસ કન્ટ્રોલ રૂમને એક અજાણી વ્યક્તિએ ધમકીભર્યો સંદેશો પાઠવ્યો હતો. જેમાં તેણે આખા મુંબઈ શહેરમાં છ સ્થળે બૉમ્બ મૂકવાની ધમકી આપી. (Bomb Threat at 6 locations)
અહીં જુઓઓ એએનઆઈનું ટ્વીટ
મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણી વ્યક્તિ તરફથી ધમકીભર્યો મેસેજ મળ્યો. સંદેશમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર મુંબઈમાં છ સ્થળોએ બૉમ્બ મૂકવામાં આવ્યા છે. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ એલર્ટ પર છે. મેસેજ મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ છેઃ મુંબઈ પોલીસ
મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને શહેરમાં 6 જગ્યાએ બોમ્બની ધમકી મળી છે. જે બાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એટીએસને આ અંગે જાણ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ એટીએસને માહિતી આપવામાં આવી
જ્યારે મુંબઈ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબરના વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ આવ્યો ત્યારે તેઓએ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એટીએસને જાણ કરી. આ પછી કેટલીક શંકાસ્પદ જગ્યાઓ પર પણ સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન કંઈ મળ્યું ન હતું. આ મામલાને લઈને મોડી રાત્રે જોઈન્ટ સીપીએ મેસેજ મોકલનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. શહેર પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ કેસની તપાસ કરી રહી છે. મેસેજ મોકલનારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અગાઉ પણ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર ધમકીઓ મળી
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યા કોલ અને મેસેજ આવી ચૂક્યા છે. ગયા વર્ષે જુલાઈમાં પણ મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને આવો ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હતો જેમાં મુંબઈમાં 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાની જ નહીં તેવી ધમકી આપવામાં આવી હતી. હકીકતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર નિશાના પર છે. જે બાદ પોલીસે આઈપીસીની કલમ 509 (2) હેઠળ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ પહેલા 22 મે 2023ના રોજ પણ મુંબઈ પોલીસને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.