ચોમાસામાં પાણી ભરાતા વિસ્તારો પર હવે આ રીતે નજર રાખશે BMC, જાણો વિગત

27 May, 2023 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારે વરસાદ દરમિયાન મુંબઈમાં પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાનો સામનો ઉકેલ લાવવા માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ મુંબઈમાં પાણી ભરાતા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે

ફાઇલ તસવીર

ભારે વરસાદ દરમિયાન મુંબઈમાં પાણી ભરાઈ (Water Logging In Mumbai) જાય છે. આ સમસ્યાનો સામનો ઉકેલ લાવવા માટે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ મુંબઈમાં પાણી ભરાતા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે. આ સીસીટીવી કેમેરા મહાનગર પાલિકા હેડક્વાર્ટર સાથે જોડાયેલા હશે. પાણીનો ભરાવો જોઈને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વૉર્ડ ઑફિસને જાણ કરશે જેથી લોકોને સમયસર એલર્ટ કરી શકાય.

ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવા માટે BMC મુંબઈમાં 480 સ્થળોએ હાઇપાવર પંપ સ્થાપિત કરી રહી છે. BMCના અધિકારીએ જણાવ્યું કે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ જવાની શક્યતા છે ત્યાં સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે.

કિંગ્સ સર્કલ, હિંદમાતા, સાયન, માટુંગા, ખાર સબવે, દાદર ટીટી, માટુંગા, જેજે જંકશન, શેઠ મિશ્રી દરગાહ એન્ટોપ હિલ, પોસ્ટલ કોલોની, ચેમ્બુર, ચુનાભટ્ટી, માનખુર્દ રેલવે સ્ટેશન, તિલક નગર, અંધેરી સબવે, મિલન સબવે, ખાર સબવે, દહિસર સબવે, મલાડ સબવે, નેશનલ કૉલેજ બાંદરા વેસ્ટ, જોગેશ્વરી, મલાડ, કાંદિવલી, બોરીવલી પર નજર રાખવામાં આવશે. ભારે વરસાદ દરમિયાન અહીં સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે.

કેટલા સીસીટીવી લગાવવાના છે તે અંગે વૉર્ડ પાસેથી માહિતી મગાવવામાં આવી છે. 10 જૂન સુધીમાં સીસીટીવી લગાવવાની યોજના છે. અધિકારીએ કહ્યું કે સીસીટીવીની મદદથી લોકોને પાણી ભરાતા પોઈન્ટ વિશે માહિતી આપવામાં આવશે. જઓ કોઈ ચોક્કસ વિસ્તારમાં પાણી ભરાશે તો લોકોને સુરક્ષિત રીતે કેવી રીતે બહાર કાઢી શકાય તે માટે સીસીટીવી ખૂબ મદદરૂપ સાબિત થશે.

બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે પાણી ભરાવાના સ્થળોની સાથે મોટા ગટર પણ સીસીટીવીની દેખરેખ હેઠળ હશે. ભારે વરસાદ દરમિયાન, નાળાઓ ઓવરફ્લો થઈ જાય છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે.

સીસીટીવીની મદદથી ગટરોની સ્થિતિ પર નજર રાખીને લોકોને સમયસર એલર્ટ કરવામાં આવશે. મુંબઈમાં 309 મોટા ગટર સહિત 1508 નાના ગટર છે. મોટા ગટરોની લંબાઇ લગભગ 421 કિમી અને નાના ગટરોની લંબાઇ લગભગ 248 કિમી છે.

આ પણ વાંચો: BMCએ ખુલ્લા મૂકેલા પાઇપને કારણે પ્રભાદેવી થયું પાણી-પાણી, જુઓ તસવીરો

આખા શહેરમાં 5500 સીસીટીવી

આ ચોમાસા દરમિયાન, પાલિકા લગભગ 5500 સીસીટીવીની મદદથી મુંબઈની સ્થિતિ પર નજર રાખશે. ગયા વર્ષે નગરપાલિકાએ 5370 સીસીટીવીની મદદથી મુંબઈની સ્થિતિ પર નજર રાખી હતી. BMCના અધિકારીએ જણાવ્યું કે તમામ CCTV BMC ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation mumbai rains