26 December, 2024 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરોઃ નિમેશ દવે
શહેરમાં અત્યારે ઠેકઠેકાણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) રોડ અને ગટર બનાવવાનું કામ કરી રહી હોવાથી લોકોએ સારી એવી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે એવામાં બોરીવલી (વેસ્ટ)ના ચીકુવાડી વિસ્તારના રહેવાસીઓની હાલત બહુ જ ખરાબ છે. ત્યાં BMCના કામને લીધે તમામ રસ્તાઓ પર ડાઇવર્ઝન કરી દેવામાં આવ્યું છે અથવા તો રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. આ કામને લીધે ટ્રાફિક પણ જૅમ થઈ જાય છે. આને લીધે બાઇકરો ફુટપાથ પર આવી જતા હોય છે જે ચાલીને જતા રહેવાસીઓ માટે હેરાનગતિનું કારણ બની જાય છે. એટલું જ નહીં, ઘણી વાર તો બસના કન્ડક્ટરે નીચે ઊતરીને ટ્રાફિક ક્લિયર કરવો પડે છે. રહેવાસીઓનું કહેવું છે કે તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામ કે ડેવલપમેન્ટની ખિલાફ નથી, પણ એકસાથે બધા રોડ ખોદી નાખવાને બદલે પ્રૉપર પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ જેથી રહેવાસીઓને કંઈ તકલીફ ન થાય.