ગેરકાયદે ફેરિયાઓ, બેવારસ વાહનો અને ફુટપાથ પરનાં અતિક્રમણ હટાવવાના નિર્દેશ

28 June, 2024 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટની ફટકાર બાદ BMC અને પોલીસ અધિકારીઓની સંયુક્ત બેઠક થઈ

BMCના મુખ્યાલયમાં મહાનગરપાલિકાના અને પોલીસના અધિકારીઓ.

બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં મુંબઈમાં ગેરકાયદે ફેરિયાઓ, બેવારસ વાહનો અને ફુટપાથ પરના અતિક્રમણ બાબતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી હતી. કોર્ટની ફટકાર બાદ ગઈ કાલે BMCની હેડ ઑફિસમાં BMC અને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં મુંબઈમાં તમામ ગેરકાયદે પ્રવૃત્તિ સામે સખત હાથે કામ લેવાના નિર્દેશ BMCના કમિશનર કમ ઍડ્‍મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ આપ્યા હતા. ગેરકાયદે ફેરિયાઓ, બેવારસ વાહનો અને ફુટપાથ પરનું અતિક્રમણ BMCની સાથે મુંબઈ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દૂર કરવામાં આવશે. આ બેઠકમાં ભૂષણ ગગરાણી ઉપરાંત BMCના ઍડિશનલ કમિશનર (શહેર) ડૉ. અશ્વિની જોશી, ઍડિશનલ કમિશનર (ઈસ્ટર્ન સબર્બ્સ) ડૉ. અમિત સૈની, ઍડિશનલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) ડૉ. સુધાકર શિંદે, જૉઇન્ટ પોલીસ-કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) સત્યનારાયણ ચૌધરી, જૉઇન્ટ પોલીસ-કમિશનર ડૉ. ગંગાધરન ડી., જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારે, ઍડિશનલ પોલીસ-કમિશનર ડૉ. મહેશ પાટીલ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. મુંબઈમાં ચાલતી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સખત હાથે કામ લેવાનું બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું છે. ભૂતકાળમાં પણ આવી રીતે અનેક ફટકાર મળી છે, પણ BMC અને પોલીસ ખરેખર કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું.

brihanmumbai municipal corporation mumbai police bombay high court mumbai mumbai news