Video: પવઈમાં ઝૂંપડપટ્ટીનું અતિક્રમણ હટાવવા ગયેલી બીએમસી અને પોલીસની ટીમ પર હુમલો

06 June, 2024 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Stone Pelting on BMC and Police Officers: બીએમસીએ પહેલાથી જ કામ બંધ કરવાની નોટિસ અને તોડી પાડવાના આદેશો જારી કર્યા હતા, તેમ છતાં અનેક સમયથી તેનું બાંધકામ શરૂ હતું અને એક બિલ્ડીંગમાં તો રહેવાસી પણ રહેતા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીના અતિક્રમણને હટાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની (Stone Pelting on BMC and Police Officers) એક ટીમ પહોંચી હતી. જો કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા સ્થાનિક લોકોએ બીએમસીની આ કાર્યવાહીનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને જોતાં જોતાં આ વિરોધ હિંસક બની જતાં વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. આ દરમિયાન અતિક્રમણની કાર્યવાહી કરવા માટે બીએમસી સાથે આવેલા પોલીસકર્મીઓ અને અધિકારીઓ પર સ્થાનિક નાગરિકોએ પથ્થરમારો કર્યો હતો જેમાં અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે.

એક અધિકારીએ જણાવ્યું કે બપોરે લગભગ એક વાગ્યાની આસપાસ પવઈના વિસ્તારમાં જય ભીમ નગરમાં આવેલી એક ઝૂંપડપટ્ટી ખાતે કરવામાં આવેલા અતિક્રમણને હટાવવા બીએમસી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને તરત જ અતિક્રમણ હટાવવાની શરૂઆત કરી હતી. જો કે બીએમસીની અતિક્રમણની (Stone Pelting on BMC and Police Officers) કાર્યવાહી સામે સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને તે બાદ પોલીસ અને બીએમસીના અધિકારીઓ પર પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું.

અતિક્રમણ હટાવવા માટે આવેલી ટીમ પર હુમલો થતાં બીએમસીએ આ અભિનયન રોકી દીધું હતું. પથ્થરમારાની ઘટનામાં અનેક પોલીસકર્મીઓ (Stone Pelting on BMC and Police Officers) અને બીએમસીના અધિકારો જખમી થયા છે. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઝૂંપડપટ્ટીનું અતિક્રમણ હટાવવા માટે આવેલા બીએમસી અને પોલીસ કર્મીઓ પર વિસ્તારના લોકો જેમાં સ્ત્રી અને પુરુષો બંને પથ્થર ફેંકી રહ્યા છે. પથ્થરમારાથી પોતાનો બચવા માટે બીએમસીઆ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ભાગી રહ્યા હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આ પથ્થરમારાની ઘટનામાં પાંચ પોલીસ અધિકારીઓ ગંભીર રીતે જખમી થયા હતા અને આ મામલે વધુની માહિતી બીએમસી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

બીએમસી દ્વારા મુંબઈના અનેક વિસ્તારોમાં ગરકાયદેસર બાંધકામ અને અતિક્રમણને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા અંધેરીના એક વિસ્તારમાં ગરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન રહેવાસીઓના વિરોધ છતાં, બીએમસીએ સોમવારે અંધેરી પશ્ચિમમાં વેસાવે ખાતે ત્રણ ગેરકાયદેસર ઈમારતો (Stone Pelting on BMC and Police Officers) તોડી પાડી હતી. આ આગે માહિતી આપતા અધિકારીએ કહ્યું હતું કે તોડવામાં આવેલી આ ઇમારતોમાંથી એકનું બાંધકામ ચાલતું હતું અને એક પૂર્ણ પણ થઈ ગઈ હતી. બીએમસીએ પહેલાથી જ કામ બંધ કરવાની નોટિસ અને તોડી પાડવાના આદેશો જારી કર્યા હતા, તેમ છતાં અનેક સમયથી તેનું બાંધકામ શરૂ હતું અને એક બિલ્ડીંગમાં તો રહેવાસી પણ રહેતા હતા. બીએમસીની આ કાર્યવાહી દરમિયાન બિલ્ડીંગના રહેવાસીઓએ તીવ્ર વિરોધ કર્યો હતો.

brihanmumbai municipal corporation powai mumbai police Crime News mumbai crime news mumbai news